Gujarat

જેતપુરનાં દેવકી ગાલોળ ગામ પાસેથી હેરાફેરી કરાતો વિદેશી દારૂ ઝડપાયો

કાર ચાલક તેમજ અન્ય શખ્સ નાસી છૂટયો: કાર સહિત રૂ.3,75,300 નો મુદ્દામાલ જપ્ત
જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામ પાસે જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગ માં હતી એ દરમિયાન શંકાસ્પદ હાલતમાં કાર પડેલ હોઈ જેની તલાશી લેતા વિદેશી દારુનો જથ્થો ભરેલ હોઈ   મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક તેમજ અન્ય એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની વિગતો મુજબ જેતપુરના દેવકી ગાલોળ ગામ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી.જાની પોલીસ કાફલા સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં અટિંગા કાર કાર નં. જીજે 03 જેએલ 8961 કારની તલાશી લેતા વિદેશી દારુ મળી આવ્યો હતો પોલીસે જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ રૂ.75100 તેમજ અટિંગા કાર જેમની કિંમત રૂ.3,00,00 સહિત કુલ મુદામાલ રૂપિયા,3,75,300 કબ્જે  કર્યો હતો આ દરોડામાં કારચાલક સહિતના બે આરોપી નાસી છૂટ્યા હોઈ. જેને દબોચી લેવા માટે તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220610-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *