શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
આગના બનાવના CCTV આવ્યા સામે.
જેતપુરનાં પીઠડીયા ટોલ પ્લઝા આગળ જ મુખ્ય હાઇવે રોડ પરથી પસાર થતી મારુતી એ સ્ટાર કારમાં એકાએક આગ લાગતા દોડધામ મચી હતી હાઇવે રોડની વચ્ચોવચ કાર સળગવા લાગતા નાસભાગના દૃશ્યો સર્જાયા હતા. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. વિસ્ફોટ થશે તેવા ભયના માર્યા લોકો કારથી દૂર સલામત અંતરે ખસી ગયા હતા.જેતપુર ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કાર બળીને ખાખ થઇ ગઇ હતી.
જેતપુરનાં પીઠડીયા ગામ નજીક પીઠડીયા ટોલ પ્લઝા આગળ જેતપુર થી રાજકોટ તરફ જઈ રહેલા જેતપુરનાં ચાલક સવનભાઈ પી રાઠોડ પોતાની માલિકીની મારુતિ કપનીની એ સ્ટાર હાઇવે રોડ પરથી પસાર થતી એ દરમિયાન એકાએક આગ ફાટી નીકળતા રોડ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બાજુમાં ટોલ પ્લાઝા હોવાથી વધુ નુકસાન થાય અને જાહેર રોડ પર આગના કારણે બીજી કોઇ મોટી સમસ્યા સર્જાય તે પહેલાં જ લોકોની સુઝબુઝથી અને ફાયરબ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગના કારણે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. સમયસૂચકતા વાપરીને કારમાં સવાર ડ્રાઇવર સહીસલામત બહાર નીકળી જતા કાર સીએનજી હોવાથી કારમાં વિસ્ફોટ થઇ જશે, આગ મોટું રૂપ ધારણ કરી લેશે તેવા શંકાઓ વચ્ચે હાજર લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. આગના આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. ફાયરબ્રિગેડના પ્રાથમિક અનુમાન મુજબ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાઇ આવેલ છે. આ આગ લાગવાની સમગ્ર ઘટનાના સીસીટીવી પીઠડીયા ટોલ પ્લાઝાના સામે આવ્યા હતા વીરપુર ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી
હરેશ ભાલીયા જેતપુર