Gujarat

જેતપુરનાં મંડલીકપુરમાં થાંભલા પરથી પટકાતા દિનેશભાઇ નું સારવારમાં મોત

 

દિનેશભાઇ નશાની હાલતમાં થાંભલા પર ચડી જતાનીચે પટકાતા રાજકોટ સીવીલે ખાતે મૃત્યુ નિપજતા પરીવારમાં શોક વ્યાપો હતો

બનાવ અંગેની વધુ વિગત અનુસાર જેતપુરના મંડલીકપુરમાં રહેતા દિનેશભાઈ જીકાભાઈ ડંડોલીયા (ઉ.45) ગઈ તા.7/05/2022 ના રોજ ઘરે હતા ત્યારે દારૂના નશામાં ઘરની બાજુમાં આવેલા થાંભલા પર ચડી ગયો હતો. જયાંથી પટકાતા ગંભીર ઈજા પહોંચતા પ્રથમ જુનાગઢ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સીવીલે ખસેડાયો હતો. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

વધુમાં મૃતકના નાનાભાઈએ જણાવ્યું હતું કે દિનેશભાઈ ત્રણ ભાઈઓમાં મોટા હતા અને મજુરી કામ કરતા હતા તેમજ અપરિણીત હતા. તથા દિનેશભાઈ દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. ગઈ તા.7ના અમે પરીવાર સાથે સુરત પ્રસંગમાં ગયા હતા. ત્યારે ઘરે એકલા રહેલા દિનેશભાઈ દારૂના નશામાં થાંભલા ઉપર ચડી ગયા હતા અને ત્યાંથી પટકાતા બનાવ બન્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી.

હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *