સવા લાખનો દારૂ અને કાર મળી 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત
જેતપુર પાસે ઈનોવામાં વિદેશી દારૂ ભરીને આવતા બુટલેગરને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ચલાવી મૂકી હતી. પોલીસે લાંબી ચેઈઝ બાદ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી જો કે બુટલેગર નાશી છૂટવામાં સફળ થયો હતો.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમરેલી ગામનો બુટલેગર ઉદય વાળા વિદેશી દારૂ લઈને આવતો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી ઈનોવા કારમાં દારૂ લઈને નીકળતાં પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપી પોલીસને જોઈ કાર મારી મૂકતા પોલીસે પીછો કર્યો હતો. લાંબી ચેઈઝ બાદ આરોપી સતિમાતાના મંદિર પાસે કાર રેઢી મૂકી નાશી ગયો હતો.પોલીસે ઈનોવા કારની તલાશી લેતાં તેમાંથી રૂા.1,24,200ની કિંમતની 320 બોટલ દારૂ મળી આવતા પોલીસે પાંચ લાખની ઈનોવા અને દારૂ મળી રૂા.6,24,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અગાઉ જેતપુર, અમરેલી અને બાબરા વિદેશી દારૂના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ કામગીરી એલસીબી પીઆઈ અજયસિંહ ગોહીલ, પીએસઆઈ એસ.જે.રાણા, મહેશ જાની, નિલેશ ડાંગર, શકિતસિંહ જાડેજા, દિવ્યેશ સુવા સહિતના સ્ટાફે કરી હતી.
હરેશ ભાલીયા જેતપુર


