Gujarat

જેતપુરના અમરનગર પરણાવેલી  પરિણીતા પર સાસરિયાનો ત્રાસ 

જેતપુરના અમરનગર પરણાવેલી જેતપુર પટેલનગરની મહિલાને સંતાન નહિ થતા ત્રાસ આપનાર પતિ,નણંદ,નણદોયા તેમજ ભાણેજ સામે ફરિયાદ.
ઘરેલુ હિંસાના બનાવો એ તો જાણે કે માજા મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ મહિલા પરના અત્યાચારની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. સંતાનની ઘેલછાનાં કારણે  અનેક પરિણીતાઓ એ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે.
જેતપુરના શ્રીજી સ્કુલ પાસે પટેલનગરમાં રહેતા નારોતમભાઈ સોડાંગર જાતે મિસ્ત્રી ઉ.વ.૪૪ ઘરે રહેતી દીકરી શોભનાબેનના જેતપુરના અમરનગરમાં રહેતા વિમલ ભરતભાઈ માંડવીયા સાથે હિન્દુ રીતરિવાજ મુજબ આઠેક વર્ષ પહેલાં થયા મહિલાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ મહિલા સાસુ સસરા તથા પતિ સાથે રહેતી હતી અને મારા નણંદ હર્ષીદાબેન તેના પતિ સાથે ભાવનગર મુકામે રહેતાં અને મારા સાસુ સસરા બિમારી સબબ મરણ જતાં મારા નણંદ હર્ષિદાબેન તથા તેના પિત રાજુભાઇ તથા તેનો પુત્ર ઋ પગ ઉર્ફે કાનો એમ ત્રણેય જણા અમારા ઘરની બાજુમાં રહેવા આવેલ .આ પછી મારા નણંદ અવાર નવાર અમારા ઘરે આવી રોક ટોક કરવા લાગેલ અને આ બાબતે હું મારા પિતાને વાત કરતાં તે પણ મારૂ કાંઇ સાંભળતા નહી અને અમારા નણદોયા રાજુભાઇને કાઇ કામ ધંધો ન હોઇ આ ત્રણેય જણા અમારી સાથે અમારા ઘરમાં રહેવા લાગેલ , મારાં નણંદ મને અવાર નવાર કામ બાબતે મેણાં ટોણાં મારવા લાગેલ , મારે લગ્નના આઠેક વર્ષ થયેલ હતા અને સંતાન નથી . જેથી મારા પતિને મને ઘરમાંથી કાઢી મુકવા ચડામણી કરવા લાગેલ , આ ચડામણીથી મારે મારા પતિ સાથે વાત – વાતમાં ઝઘડો થવા લાગેલ , મારા નણદોયા મારા સસરાની અમરનગર આવેલ દુકાને કામ ધંધો કરવા લાગતાં મે મારા પતિને આ દુકાન આપ ણી છે તેમ કહેતાં મારા પતિ તથા મારા નણંદ તથા તેનો દીકરો ઋષભ ઉર્ફે કાનો ત્રણેય ભેગા મળી , મને જેમ ફાવે તેમ ભુંડા બોલી , ગાળો બોલી , ઢીકા – પાટુનો માર મારેલ અને ઘરથી બહાર કાઢી મુકેલ , મારા કાકાજી સસરા પ્રદીપભાઇ વલ્લભ ભાઇ માંડવીયા તથા ફુવાજી રમેશભાઇ બંન્નેને બનાવની વાત કરતાં તે મારા માવતરના ઘરે પહેરેલ કપડે મુકી ગયેલ અને મારે મારો ઘર સંસાર ચલાવવી હોઇ થોડાક દીવસ પછી હું મારા પતિના ઘરે ગયેલ , ત્યારે ત્યાં મારા પતિ તથા નણદોષા રાજુભાઇ ઘરે હાજર હતા અને મને ઘરમાં પ્રવેશ કરવા પણ ન દીધો અને આ બંન્નેએ મને ગાળો બોલી , માર મારી , ઘર ની બહાર કાઢી મુકેલ હતી , મારે મારા પતિ સાથે રહેવું હોઇ હું સમાધાન માટેની રાહ જોતી હતી પરંતુ આ મારા નણંદ તથા નણદોયા તેનો દીકરો અમારૂ ઘર સંસાર ચલાવવા દેતા ન હોઇ જેથી મેં આ અરજી કરેલ છે , જેથી , મારા પતિ વિમલભાઇ તથા નણંદ હર્ષિદાબેન તથા નણદોયા રાજુભાઇ કાનજીભાઇ તથા ઋષભ ઉર્ફે કાનો રાજુભાઇ આ બધા મળી મને મારા સાસુ સસરાના મરણ ગયા પછી મને સંતાન ન થતા હોઇ અને મેણાં ટોણાં મારી શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી , જેમ ફાવે તેમ ભુંડા બોલી , ઢીકા – પાટુનો માર મારી , પહેરેલ કપડે   કાઢી મુકી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી એક બીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવા બાબતે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં પરણીતાની ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *