Gujarat

જેતપુરના જેતલસરમાં આ જગ્યા અમારી છે અહીં બેસવું નહી કહી યુવકને પિતા-પુત્રએ મારમર્યો

યુવકને ધોકા અને પાઇપથી મારમારતા સારવારમાં ખસેડાયો: જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જેતપુરના જેતલસરમાં નાનાભાઇ સાથે ઝઘડી રહેલા શખ્સોને સમજાવવા ગયેલ નિખીલ ગોહેલને શખ્સોએ ધોકા વડે ફટકારતા સારવારમાં ખસેડવામાં આવેલ હતા. જે અંગે જેતપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. વધુમાં ફરીયાદી નિખીલ પ્રવિણભાઇ ગોહેલ (ઉ.વ.24) જણાવ્યા અનુસાર હું એલએલબીનો અભ્યાસ કરુ છું.
ગત રોજ મારો નાનો ભાઇ જયદીપ બાજુની શેરીમાં બેઠો હોય ત્યારે ત્યાં ધસી આવેલો ખીમજી ભરત ગોહેલ નામના શખ્સે આ જગ્યા અમારી છે. અહીં તારે બેસવું નહીં કહી ઝઘડો કરતા હતા જે વાતની મને જાણ થતા હું દોડી ગયો અને સમજાવાનો પ્રયાસ કરતા ખીમજી અને તેના પિતાએ એક સંપ કરીને ધોકા અને પાઇપ વડે મારમારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી અને સારવારમાં ખસેડવામાં આવેલ હતા. જે અંગેની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે મારામારી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *