જેતલસર જંકશન થી જેતલસર સુધીના નવા રોડમાં નબળી કામગીરી થયાનો આક્ષેપ
અનેક જગ્યાઓ પર લેખિત અરજીઓ કરવા છતાં તંત્ર કરી રહ્યું છે આખ આડા કાન
ગ્રામજનો દ્વારા રોડની કામગીરી અંગે કરવામાં આવ્યું પરીક્ષણ
નવા બનેલા રોડની કામગીરી અંગે ઉચ્ચ તપાસ કરવા ગ્રામજનોએ કરી માગ
જેતપુરના જેતલસર જંકશન ગામ થી જેતલસર ને જોડતો સુવિધા પંથ રસ્તાઓની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. 50 લાખના ખર્ચે બનાવવામાં આવેલા રોડ રસ્તાઓના ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે આવી છે. સીસી રસ્તાઓ બનાવવા માટે યોગ્ય મટીરિયલ્સ વાપરવામાં ન આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે.
જેતલસર જંકશન ગામ થી જેતલસર ગામ સુધીમાં બનેલા નવા રોડની કામગીરીમાં ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં રોડ નબળી કામગીરીનો હોવાનું સામે આવ્યું હતું. તેમજ અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્રની મીલીભગત સામે આવી છે ગ્રામજનોએ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે રોડની કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.
રોડની એક બાજુ આર.સી.સી રોડ બનાવવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ માત્ર માટી જ દેખાઈ આવે છે. રસ્તાઓ પર માત્ર કાંકરા જ દેખાઈ આવે છે. ત્યારે આ મામલે સ્થાનિક આગેવાને તાલુકા પંચાયત તેમજ આર એન્ડ બી વિભાગ અને સીએમ ઓફિસમાં પણ રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો
ઉલ્લેખીનય છે કે, એક તરફ સરકાર દ્વારા લોકોને પરિવહન માટે સારા રોડ મળી રહે તે બાબતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ બનાવવામાં આવતા રોડની નબળી કામગીરીને લઈને તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
મજબૂત ડામર રોડ બનવો જોઈએ તે બન્યો નથી.
રોડ પર માત્ર પગની એડી ઘસવાથી પણ રોડ ઉખડી જાય છે.અને બનાવેલ રોડનું મટીરીયલ પણ હાથમાં આવી જાય છે. આ કેવી ગુણવત્તા કામ મંજુર થયાને ચાર મહિના પહેલા રસ્તાની હાલત ખરાબ બની છે માટે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.
જેતલસર જંકશન થી જેતલસર સુધીનો સુવિધા પથનો બનાવેલા રોડ બાબતે આર એન્ડ બી વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા ટેલીફોનીક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, જે રોડ બનાવામાં આવ્યો છે તે રોડની તપાસ તેમજ નિરીક્ષણ કરવામાં આવશે અને જો બનેલા રોડની કામગીરીમાં કોઈ ક્ષતિ કે બેદરકારી કરવામાં આવી હશે તો ક્યાદેસરની કાર્યવાહી કરવાની બાહેધરી આપવામાં આવી હતી.
હરેશ ભાલીયા જેતપુર