Gujarat

જેતપુરના દેરડીઆવાસ ખાતે આવેલ કવાર્ટરમાં રહેતી યુવતીના ઘરે જઇને મારમાર્યો 

જેતપુરની યુવતી સાથે પૂર્વ પ્રેમી અને તેના પરિવારની મારામારી યુવતીની ફરિયાદ પરથી ચાર સામે પોલીસ કાર્યવાહી શરૂ.
જેતપુરના દેરડી આવાસ વિસ્તારમાં આવેલ ક્વાર્ટરમાં યુવતીને તેનાં પૂર્વ પ્રેમી અને પરિવારજનોએ માર મારી ધમકી આપતાં પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે .
જેતપુર શહેરનાં દેરડી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી નિશાબેન હર્ષદભાઈ ડોડીયાને એજ વિસ્તારમાં રહેતાં હર્ષ ઉર્ફે સસલો વિજયભાઈ રાઠોડ સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે લગ્ન બાદ ન રાખવા માંગતી હોય છતાં તેને હર્ષ હેરાન કરતો હોય જે અંગે પોલીસમાં અરજી કરતાં તે બાબતનો ખાર રાખી બે દિવસ પહેલાં ફરી નિશાબેનના ઘેર જઈ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં તે તેનાં માતા પિતાનાં ઘેર જતી રહી હતી અને ત્યાં પણ હર્ષ તેનાં પિતા વિજયભાઈ ,જીગો ભાભી દિપુબેન,નીતાબેને આવી ઝઘડો કરી છરી વડે મારવા પાછળ દોડ્યા હતા અને મારી નાખવાની ધમકી આપતાં આ અંગેની ફરીયાદ જેતપુર પોલીસમાં નોંધાવતાં પોલીસે હર્ષ , વિજયભાઈ , જીગો , નીતાબેન , દિપુબેન તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *