આજના વિજ્ઞાાન યુગમાં તાંત્રિક વિદ્યા અંધશ્રદ્ધાનો વિષય હોવાનું મનાય છે. તેમ છતાં તંત્ર-મંત્ર વિદ્યામાં માનનારાઓનો તોટો નથી.તંત્ર વિદ્યાથી લોકોના દુઃખ-દર્દ, મેલુ, ખરાબ નજર વગેરે અનિષ્ટો દૂર કરવાનો દાવો કરતા હોય છે તેમજ તાંત્રિકોએ કોઈ પણ માણસને હેરાન કરવા માટે પણ કરવામાં આવતો હોઈ છે તેવા કિસ્સાઓ ઘણા સામે આવતા હોય છે આવોજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે છે જેતપુર તાલુકના પેઢલા ગામનો જેના માલધારી નાં.તબેલામાં કોઈ અજાણ્યા ઈસમોએ તાંત્રિક વિધિ કરવામાં કરી હોઈ આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ છે.
ઘટના મુજબ જેતપુરના પેઢલા ગામના રહીશ માલધારી જીવાભાઈનો ગામના છેડે રહે છે અને ભેસુ તેમજ ગાયો રાખી ગુજરાન ચલાવે છે આ માલધારી જે જગ્યા પર.ભેંસો,ગાયો બાંધે છે તે જગ્યા પર ગઇ કાલ રાત્રીના સમયમાં કોઈ અજાણ્યા ઈસમોએ તાત્રિક વિધિ કરી હોઈ જેમાં પશુ અસ્થી,શ્રીફળ,લીંબુ, અડદ, સહિતની વસ્તુ મૂકી જતું રહ્યાનું સવારે જાણવા મળતા માલધારીનાં ઘરના સભ્યોને જાણ થતાં ચોકી ઉઠ્યા હતા,આ વાત આખા ગામમાં વાયુવેગે પ્રસરતા હું ગામના લોકોને થતા ગ્રામજનો તેમજ આજુબાજુના રહીશો ઉમટી પડ્યા હતા પશુઓ વચ્ચે આવું હિન કૃત્ય કરનાર સામે ફિટકાર વરસી રહ્યો હતો આખરે તબેલા માલિક માલધારી જીવાભાઈ દ્વારા જેતપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી
હરેશ ભાલીયા જેતપુર


