Gujarat

જેતપુરના બાળ તેમજ યુવા ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરતા યુવા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા

જેતપુર સ્પોર્ટસ એસોસિએશન દ્રારા જેતપુરમાં વિવિધ રમતો ની સ્પર્ધાઓ ચાલી રહી છે સ્પોર્ટસ વિકમા અલગ અલગ રમતોની સ્પર્ધાઓ યોજાઇ રહી છે જેમાં અંદાજે 3500 થી વધુ બાળ તેમજ યુવા ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓ મા રમત રમવાની સુસુપ્ત શક્તિનું પ્રદર્શન દાખવી રહી છે..
આ ભવ્ય ‘સ્પોર્ટસ વીક’  અંતર્ગત આજરોજ ગ્લોબલ ક્રિકેટ એકેડેમી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ કબડ્ડી સ્પર્ધામાં યુવા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા હાજર રહી “રમશે જેતપુર-જીતશે જેતપુર”  સુત્રને સાર્થક કરતા જેતપુર ની ઉગતી પ્રતિભા તેમજ યુવા રમતવીરો ને જયેશભાઈ એ જોશ સાથે પ્રોત્સાહિત કર્યા હતા..
સાથે સાથે જેતપુર ના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ જેતપુર નામ રોશન કરે તેવી દરેક ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી..
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220109-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *