પોલીસે રોકડ અને મોબાઈલ મળી રૂ.૬૩,૦૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
જેતપુરના બાવાપીપળીયા ગામે જુગાર કલબમાં પોલીસે દરોડો પાડી નવ શખ્સોને રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.૬૩,૦૫૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે ને વિગત અનુસાર જેતપુર તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ.બી.એચ. માલીવાડ અને કોન્સ્ટેબલ રાજુભાઈ ઉકાભાઈ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે જેતપુરના બાવા પીપળીયા ગામે રહેતાં અશોક રવજી.મોરબીયાના મકાનમાં ચાલતી જુગાર-કલબમાં દરોડો પાડી જુગાર રમતા અશોક રવજી મોરબીયા, અશોક હરજી ભડેલીયા, રમેશ નાથા કોરડીયા, જેન્તી ભાયા મકવાણા, (રહે. પેઢલા જેતપુર) ચના મલા ડાભી, (રહે.આબટીંબડી,જેતપુર) વિપુલ ભનુ મોરબીયા, ગીરધર ભાયા ગુજરાતી , અને મુકેશ ભટ્ટ ગુજરાતી,(રહે. ત્રણેય બાવા પિપળીયા જેતપુર)ને રોકડ મોબાઈલ મળી કુલ રૂ,૬૩.૦૫૦ હજારના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.