Gujarat

જેતપુરના બોરડી સમઢીયાળા ગામ પાસે આઇસર અડફેટે પરપ્રાંતીય મંજુરનું મોત

જેતપુર તાલુકા મથકે અજાણ્યાં આઇસર ચાલક સામે મૃતકના સાળાએ  ફરિયાદ નોંધાવી.
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે છૂટકમજૂરી કામ કરતા પિન્ટુ ઊર્ફે પિન્ટુ બુદાભાઈ બરડે નામનો યુવક રોડ પર પરત બેફિકરાઈથી ફૂલ સ્પીડમાં આવતા આઇસરે હડફેટે લેતા.ઇજા પહોંચતા મોત નિપજેલ હોઈ જે બાબતે મૃતકના સાળાએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ મથકે નોંધાયલ ગુના મુજબ  બોરડીસમઢીયાળા વાડી વિસ્તારમાં રહેતા પ્રેમલાલ નાનસીંગ બારીયા જાતે આદિવાસી ઉ.મ.23  નોંધાવેલ ફરિયાદ મુજબ મારા પરીવાર સાથે રહું છું અને છુટકમજુરી કામ કરી મારા પરીવાર નુ ગુજરાન ચલાવુ છું મારી પત્ની નામે સંગીતાબેન છે માટે સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે જેમાં મોટી દિકરી નામે નંદીની છે બાદ દીકરો નામે વીકી છે હું ધોરણ ૫ સુધી ભણેલ છું હું છેલલા દસેક વર્ષથી ગુજરાતમાં રહું છું હું ગુજરાતી ભાષા સમજી શકું છું મારી બાજુના મકાનમાં મારા બેન સુનીતાબેન તથા તેનો ઘરવાળો પીટીયા ઉર્ફે પિન્ટુ બુદાભાઇ બરડે તેના સંતાનો સાથે રહે છે.અને આ મારા બનેવી પીટીયા ઉર્ફે પીન્ટુ પાસે લાલપટાવાળુ એમ.પી પાસીંગ નુ હીરો ડીલક્ષ મો.સા છે.આજરોજ સવારે સાડા સાતેક વાગ્યે હું જેતપુર મજુરીકામ માટે ગયેલો હતો અને સાંજના સાતેક વાગ્યે પરત પ્રીતેષભાઇ ની વાડીએ પહોંચેલ અને વાડીએ જ હતો ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યે મારા કૌટુંબીક સાળા રમેશભાઇ સૌલંકીએ મારા મોબાઈલ પર ફોન આવેલ મને વાત કરેલ કે તમારી વાડી પાસે રોડ પર તારા બનેવી પિન્ટુને આઈસર વાળા એ એક્સીડેન્ટ કરી ઉડાડી દિધેલ છે જેથી હું તુરંત જ ત્યાં જોવા ગયેલ તો ત્યારે ત્યાં બગસરા રોડ ઉપર બોડીસમઢીયાળા ગામ થી થોડે આગળ રોડ ઉપર મારા બનેવી પીન્ટીયા ઉર્ફે પીન્ટુ નુ લાલપટાવાળુ ડીલક્ષ મો.સા ત્યાં રોડ ઉપર એક્સીડેન્ટ થયેલ હાલતમાં પડેલ હતું અને ત્યાં રોડ ઉપર મારા બનેવી પીન્ટુભાઇ પડેલ હતા તે કાંઈ બોલતા ચાલતા ન હતા અને તેને છાતીના ભાગે ઉંડો ઘા હતો ત્યાંથી લોહી નીકળતું હતું અને પેટના ભાગે છોલાયેલ હતુ તથા મારા બનેવી ના નાક તથા કાનમાંથી લોહી નીકળતું હતું અને માથામ લાગેલ હતું તેનો ડાબો હાથ કોણી પાસેથી ફેક્ચર થઈને ભાગી ગયેલ હતો ત્યાં સોજો ચડી ગયેલ હતો અને ત્યાં એક આઈસર પણ એક્સીડેન્ટ હાલાતમાં પડેલ હતુ અને આ આઈસર માં ડુંગળી ભરેલ હતી અને આ આઈસર નો આગળ નો કાચ તુટી ગયેલ હતો અને ત્યાં માણસો ભેગા થયેલ હતા અને આઈસર નો ડ્રાઈવર પણ હાજર હતો અને આ આઈસર ના ચાલકે તેના હવાલાવાળુ આ આઈસર ફૂલસ્પીડના બેદરકારી ચાલવી મારા બનેવીના મો.સા સાથે ભટકાડી દઇ એક્સીડેન્ટ કરેલ નુ અહીં મને વાતોવાત થી જાણવા મળેલ હતું અને મેં મારા શેઠ પ્રીતેષભાઈ ને જાણ કરતાં તેઓ પણ બનાવ સ્થાળ આવી ગયેલ હતાં અને મારા શેઠ પ્રીતેષભાઇ એ મારા બનેવી ના મો.સા.રજી નં.એમ પી ૪૬ એમ યુ ૨૦૪૧ ને એક્સીડેન્ટ કરી ઉડાડી દેનાર આઈસર ના નંબર જીજે-૦૧ ટી,ટી-૬૯૫૫ ના હોવાનુ જણાવેલ હતું અને કોઈએ ૧૦૮ એમ્બ્યુલંસ ને ફોન કરતા ૧૦૮ આવતા તેમા અમો મારા બનેવી પીન્ટુભાઈને જેતપુર સરકારી દવાખાને લઈ આવેલ હતા અને અહીં ફરજ પરના ડોક્ટરે મારા બનેવી પીન્ટીયા ઉર્ફે પીન્ટુને મૃત જાહેર કરેલ અને મારા બનેવી લાશનું અમોએ જેતપુર સરકારી હોસ્પીટલ ખાતે પી.એમ , કરાવેલ છે . આમ , આઈસર ૨ નં જીજે-૦૧-ટી,ટી-૬૯૫૫ ના ચાલકે તેના હવાલાવાળુ સદરહુ આઈસર ફુલ સ્પીડમાં બેફીકરા ઈથી માનવઝીંદગી જોખમાય તે રીતે ચલાવી મારા બનેવી પીન્ટીયા ઉર્ફે પીન્ટુ ના ડીલક્ષ મો.સા એમ.પી ૪૬ એમ,યુ ૦૪૧ સાથે ભટાકાડી ફરીયાદીના બનેવી ને માથના ભાગે તથા છતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તથા પેટના ભાગે છોલાણ જેવી ઇજા પહોંચાડી ડાબા હાથમાં ફેક્ચર ની ઇજા પહોંચાડી મોત નીપજાવી ગુનો કરેલ આ બાબતે મૃતકના સાળાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાવેલઈ ફરિયાદ મુજબ અજાણ્યા આઇસર ચાલક સામે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪ ( અ ) એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી તાલુકા પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.બી.ઓઝાએ હાથ ધરી હતી.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *