Gujarat

જેતપુરના રહેણાક મકાનમાં ઘરફોડ ચોરી કરી પોલીસને પડકારતા તસ્કરો

જેતપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં તસ્કરો હાથફેરો કરવામાં સફળ રહે છે જે પોલીસની કડકાઇ ઢીલી પડી હોવાની અને નબળાઈ છતી કરી રહ્યા છે. છેલ્લા બે ત્રણ મહિનામાં નાની મોટી ચોરીના બનાવ બન્યા હતા ત્યાં બાદ ફરી વાર જેતપુર શહેરનાં અમરનગર રોડ પાસે આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં  મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને રોકડ રકમ સહિત સોના, ચાંદીના ઘરેણાં રોકડ મત્તાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ જેતપુર શહેરના અમરનગર રોડ ની બાજુમાં આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા હિરેનભાઈ કોળીના પરિવારજનો સાથે બહાર ગયા હતા. તે દરમિયાન ગઈ કાલ રાત્રિના સમયે તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને તિજોરી તેમજ કબાટ ખોલી અંદર પડેલા સોના- ચાંદીના દાગીના જેમાં સોનાનું મંગળ સૂત્ર તેમજ ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂ.24 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે જેતપુર પોલીસ ને જાણ કરતા સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ગૂનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે

IMG-20220829-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *