Gujarat

જેતપુરના રેશમડી ગાલોળ ગામમાં ગટરના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો

ગામના જાગૃત યુવાન દ્વારા RTI માં માહિતી માંગતા ભ્રષ્ટાચાર ખુલ્લો થયો
મૃત વ્યક્તિના નામે બિલ ઉધારીને કરાય રહ્યો હતો ભ્રષ્ટાચાર
જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ ગામમાં મૃત્યુ પામેલ વ્યક્તિના નામે મજુરીના નામે રુપિયાનુ ચુકવણુ કરી ખોટા કાગળો ઉભા કરી અને સરકારી કામે વાપરી અને સરકારી નાણાનો દુરુપયોગ કરી કરેલ નાણાની ઉચાપતનું કૌભાંડ આરટીઆઈ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ગામના  સરપંચ તેમજ તત્કાલિન તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગામના યુવાને તાલુકા વિકાસ અધિકારી પાસે માંગ કરી છે.
વિગતો મુજબ જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ ગામમાં રહેતા અને જાગૃત યુવાન ભરતભાઈ પરસોતમભાઈ પાનસેરીયા દ્વારા એક મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનું ગટર મજૂરી કામનું બીલ જમા થયેલ હોઈ જેની વિગતો મળતા જાગૃત યુવાને RTI મારફત માહિતી માંગેલ હતી જેમાં ગામના હાલના સરપંચ અને તત્કાલિન તલાટી કમ મત્રીશ્રી દ્વારા સરકારી નાણાની ઉચાપત ડરવાના બદઇરાદે ખોટા અને બોગસ કાગળો ઉભા કરી મજુરીના નામે રુપિયાનુ ચુકવણુ અને સરકારી કામે વાપરી પોતાના અંગત લાભ હેતુ કે કોઇ અંગત સ્વાર્થ હેતુથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને  મૃત્યુ પામેલા વ્યક્તિના નામનુ વાઉચર બનાવી – મંજુર કરી, ચેક ઇસ્યુ કરી મજુરીના નામે રુપિયાનુ ચુકવણુ અને નાણાકીય ઉચાપત કરેલ હોઈ જેનું સામે આવતા આજે મીડિયા સમક્ષ યુવકે કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તેમજ જેતપુર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી
વધુ વિગતો મુજબ યુવકનાં આક્ષેપો પ્રમાણે રેશમડી ગાલોળ ગામના સરપંચ હાલ મહિલા ધર્મિષ્ઠાબેન ભરતભાઈ વઘાસિયા હોઈ પરતું તેમના પતિદેવ ભરતભાઈ વઘાસિયા સમગ્ર કાર્યભાર સંભાળતા હોઈ તેમજ તત્કાલિન તલાટી કમ મંત્રીશ્રી દ્વારા વર્ષ 2021 માં કેશુભાઇ માધાભાઇ વઘાસીયાને અનુસુચિત જાતિ વિસ્તારમા ગટર રીપેરીંગનુ કામ આપેલ હોય અને આ કામની થતી રકમના ચુકવણાના કુલ રૂપિયા 6300/- ચૂકવેલા પણ હોઈ અને આ કામ માટે કેશુભાઇ માધાભાઇ વઘાસીયા દ્વારા ગટર રીપેરીંગના કામના મજુરીના નામે રુપિયાનુ ચુકવણુ કરવા માટે વાઉચર બનાવેલ જે વાઉચરમા કેશુભાઇ વઘાસીયાના નામની સહી પણ હોય અને જે વાઉચર સંબંધની નોંધ રેશમડી ગાલોળ ગ્રામ પંચાયતના રોજમેળમા તા. 09/02/21 ના રોજ વાઉચર થી 6300/ – ની ચુકવણી કરેલ ચેક દ્વારા રેશમડી ગાલોળ ગ્રામ પંચાયતના ખાતામાંથી જ  કરવામાં આવેલ હોઈ પરતું જે ચુકવણી કરવામાં આવી છે એ રકમ કેશુભાઇ માધાભાઇ વઘાસીયા 22/12/18 ના રોજ મરણ પામેલ હોઈ તો આ મરણ પામેલ વ્યક્તિ અનુસુચિત જાતિ વિસ્તારમા ગટર રીપેરીંગ- મજુરીકામ કેવી રીતે કરી શકે અને મરણ બાદ ગ્રામ પંચાયતે આવી અને  ચુકવણી સબંધિત વાઉચરમા સહી કેવી રીતે કરી શકે અને બેંકમાથી રુપિયા કેવી રીતે ઉપાડી શકે તે તપાસનો વિષય છે .
હકિકતમા સરપંચ અને તલાટી કમ મંત્રીશ્રી , રેશમડી ગાલોળ ગ્રામ પંચાયતનાઓ દ્વારા સરકારી નાણાની ઉચાપત કરવાના બદઇરાદે ખોટા અને બોગસ કાગળો ઉભા કરી અને સરકારી કામે વાપરી પોતાના અંગત લાભ હેતુ કે કોઇ અંગત સ્વાર્થ હેતુથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને મુત પામેલ  વ્યક્તિના નામનુ વાઉચર બનાવી મંજુર કરી ચેક ઇસ્યુ કરી અને નાણાકીય ઉચાપત કરેલ હોઈ જેથી યુવકને RTI માં જાણવા મળતા જવાબદાર  અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મોકુફ ( સસ્પેન્ડ ) કરવા તેમજ સરપંચને તેના હોદ્દા પરથી દુર કરવામાં આવે તેમજ નાણાકિય ઉચાપતની રીકવરી કરવા અથવા કરાવવામાં આવે તેમજ ગેરકાયદેસર રીતે કાગળો બનાવી સરકારી કામે વાપરી સરકારી નાણાનો અંગત હેતુ માટે ગેરકાયદેસર કરેલ નાણાના દુરુપયોગ અને ગેરરીતી સબબ જવાબદારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા – કરાવવામાં આવે આ પ્રકરણમાં ગેરેરીતીમા જવાબદાર તમામ સામે યોગ્ય અને કાયદેસરની અને ધોરણસરની કાર્યવાહી કરવામાં તેવી માંગ કરી હતી
જેતપુર તાલુકા વિકાસ અધિકારી એન. ડી. કુંગશીયાને સમગ્ર ભ્રષ્ટાચાર મામલે પૂછતા ખુદ તાલુકા વિકાસ અધકારી એ પણ સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચાર તેમજ ઉચાપતનો સમગ્ર રિપોર્ટ રાજકોટ ડીડીઓને સોંપવામાં આવ્યો છે જે તેમની કક્ષાએથી જે  પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ સરપંચ તેમજ તત્કાલીન તલાટી મંત્રી છે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220610-175738__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *