Gujarat

જેતપુરની તત્કાલ ચોકડી બની રક્તરંજિત: પ્રોઢનું મોત

ટ્રકનું વ્હિલ પેટ પર ફરી વળતાં ઘટનાસ્થળે મોત.
જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી પાસે મોટરસાયકલ તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટે આવતા ટ્રકે બાઈકને ઠોકર મારી દીધી હતી.જેમાં બાઈકચાલક પ્રોઢનું ઘટના સ્થળે કમકાટીભર્યુ મોત નિપજ્યુ.
બનાવની વિગત મુજબ,રાજકોટથી જૂનાગઢ તરફ પુરપાટ ઝડપે જતો ટ્રક જીજે – ૧૧ વીવી – ૮૮૧૩ નંબરના ટ્રક સાથે અકસ્માત સર્જાતા ધોરાજીના વેપારી નરેન્દ્રકુમાર શ્યામજીભાઈ દેત્રોજા (ઉ.મ.62)  મોટર સાયકલ પર સવાર  ૫૦ ફૂટ જેટલા ઢસડાયા હતાં. જેમાં પ્રોઢ ટ્રકના જોટા નીચે આવી જતા પેટ નીચેના ભાગે અતિ ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા તેમજ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.મૃતકની લાશને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ અકસ્માત થતાં જેતપુર સિટી પોલીસ મથકનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
તત્કાલ ચોકડી બની મોતની ચોકડી.
જેતપુર તત્કાલ ચોકડી ધોરાજી,પોરબંદર અને જૂનાગઢને જોડતી ચોકડી છે.આ ચોકડી પરથી પસાર થતા વારંવાર વાહનોના અકસ્માત સર્જાયા છે,અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા છે,જેથી સ્તવરે આ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બનાવમાં આવે તેવી લોગ માગણી ઉઠવા પામી છે.
પોરબંદર સાંસદે નેશનલ હાઇવે ઓથોરિટીને લખ્યો પત્ર
તત્કાલ ચોકડી પાસે અકસ્માત સર્જાતા રહે છે ત્યારે આ ગંભીર આ પ્રશ્નને લઈને પોરબંદર સાંસદ રમેશ ધડુકે નેશનલ હાઇવે ઓથરિટીને પત્ર લખ્યો છે.જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જુનાગઢ થી રાજકોટ જતા વાહન ચાલકો સરળતાથી જઈ શકે છે જ્યારે રાજકોટ થી જુનાગઢ જવા માટે ફ્લાઈ ઓવર બ્રિજ બનાવામાં આવ્યો નાં હોય જેથી આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાતા રહે છે.જેથી તત્કાલ આ રોડ પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220404-194713__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *