બાઈક , મોબાઈલ સહિત રૂા ૪૦ હજારનો મુદ્દામાલ જપ્ત
જેતપુર તાલુકા પો.સ્ટે.માં દાખલ થયેલ મોટર સાયકલ ચોરીનો ગુન્હો શોધી કાઢી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક આરોપીને પકડી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે ગઇ તા.૦૭ / ૦૬ / ૨૦૨૨ રોજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના બાવાપીપળીયા ગામે ફરીયાદી કિરીટભાઇ સવજીભાઇ ગુજરાતી રહે . બાવાપીપળીયા તા જેતપુર વાળાનું મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ટીમ આરોપીઓને પકડીપાડવા માટે પ્રયત્નો શીલ હોય તેમજ ફરીયાદી દ્વારા રજુ થયેલ સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ તથા હ્યુમન શોર્ષ થી પો.હેડકોન્સ નિલેષભાઇ ડાંગર તથા પો.કોન્સ નૈમિષભાઇ મહેતા ને મળેલ બાતમી આધારે આજરોજ આ ગુન્હાના આરોપીને ગુન્હામાં ગયેલ મોટર સાયકલ તથા અન્ય મુદામાલ સાથે જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસેથી પકડી આગળની કાર્યવાહી કરવા સારૂ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે . પોલીસે તબરેજ જાહીદ અંસારી રહે.બાવા પીપળીયા કૈલાસ કંપની તા.જેતપુરની ધરપકડ કરી મોટર સાયકલ હિરો હોન્ડા -૧ કી.રૂ. ૧૫૦૦૦ / – ( ૨ ) મોબાઇલ ફોન નંગ- ૨ કી.રૂ. ૨૫૦૦૦ / કુલ રૂપિયા ૪૦,૦૦૦ / નો મુદામાલ તપાસ માટે કબજે કરેલ હતો .