Gujarat

જેતપુરમાં ગુજરાતની સૌથી વિશાળ શોભાાત્રા જેતપુર બનશે રામમય

શહેરના પાચીન શ્રી નૃસિંહ મંદિર થી આઝાદી પહેલાંથી પરંપરા મુજબ રામનવમી ની સૌથી લાંબો પગપાળા રૂટ  પર નીકળતી શોભાયાત્રા યોજવામાં આવે છે .
કોરોના ની ગાઈડલાઈન ને કારણે સતત બે વર્ષથી સ્થગિત રહેલ આ ભવ્ય શોભાયાત્રા માટે આ સાલ શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . નૃસિંહ મંદિરના મહંત  શ્રી કનૈયા આનંદ મહારાજ ની સીધી જ આગેવાની હેઠળ શહેરના તમામ મુખ્ય માર્ગો , અને મોટાભાગના વિસ્તારો ધજા-પતાકા થી સુશોભિત થઈ ચૂક્યા છે.આ સુશોભનમાં યુવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો
કોમી એકતા ના પ્રતિક રૂપે  શહેરના સમસ્ત મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રામાં ઠંડી છાશનો વિતરણ અને ફૂલવાડી રોડ પર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.
 આ ઉપરાંત અનેક યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા શરબત જ્યુસ અને પાણીના સ્ટોલ મુકવામાં આવનાર છે .
શોભાયાત્રામાં આશરે 50થી વધારે  પારંપરિક અને ધાર્મિક ઝાંખીઓની  ઝાકમઝોળ જોવા મળશે . પચ્ચીસેક જેટલા ઘોડેસવારો આ શોભા યાત્રામાં જોડાઈ પોતાનું કૌવત બતાવશે. ડીજે ના સંગીતના અને બેન્ડવાજા તેમજ પારંપરિક ઢોલને શરણાઈ ના સુર  અને તાલ સાથે ભાવભેર આનંદોલ્લાસ છવાશે..
આ શોભાયાત્રામાં   પૂજ્ય સંતો, મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી  રથમાં બિરાજમાન થઈ જોડાશે. આ સમગ્ર શોભાયાત્રા ના આયોજનનું મોનીટરીંગ રામ જન્મોત્સવ સમિતિના અધ્યક્ષ મનોજ પારઘી કરી રહ્યા છે
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220409-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *