આસુરી અહંકાર ઉપર ભક્તિની શક્તિનાં વિજયનું મહાપર્વ- ઠેર-ઠેર નાની-મોટી છાણાની હોળી ગોઠવીને વિધિવત પ્રાગટય સાથે શ્રધ્ધાળુઓ શ્રીફળ, ખજૂર, ધાણી વગેરે હોળીની કરી પ્રદક્ષિણા
આસુરી અહંકાર ઉપર ભક્તિની શક્તિનાં વિજયનું મહાપર્વ એવી હોળીની આજે જેતપુર શહેર – ગામોમાં ભક્તિભાવ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી ઠેર-ઠેર નાની-મોટી છાણાની હોળી ગોઠવીને મોડી સાંજે નિયત મુહૂર્તમાં વિધિવત પ્રાગટય કરાયું. આ સાથે શ્રધ્ધાળુઓ પ્રજ્જવલીત હોળીમાં શ્રીફળ, ખજૂર, ધાણી, દાળીયા વગેરે હોમીને પ્રદક્ષિણા કરી.
લોકો હોળીના સ્થળે જઈ ધાણી-દારીયા તથા શ્રીફળ સાથે પ્રદક્ષિણા કરી દર્શન કર્યા હતા. જયારે ગ્રામ્ય વિસ્તારમાં હોળી નિમીતે નાન-ભુલકાઓનો વાડના પ્રસંગની ઉજવણી કરતા હોય છે. આ ઉપરાંત હોળી પ્રગટયા બાદ તેની જવાળાઓના આધારે જાણકારો આગામી વર્ષનું પૂર્વાનુમાન કરશે. આજે હોળી પૂર્વ બજારમાં ધાણી દાળીયા, ખજૂર, સહિતની ખરીદી માટે લોકોની ગીરદી જોવા મળી હતી.
વર્ષોથી પરંપરા મુજબ ટાકુડી ચોક, જેતપુર રોડ ખાતે યુવાનો દ્વારા સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી.
આ સમયે મોડી રાત સુધી ઢોલ નગારા સાથે હોલિકા દહનનો કાર્યક્રમ દુહા છંદની રમઝટ સાથે ઉજવવામાં આવી હતી
હરેશ ભાલીયા જેતપુર