જેતપુર શહેરના એસ કુમાર રેસિડેન્સીમાં રહેતી પરણીતાએ જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે રહેતા સાસુ તેમજ પુના રહેતા પતિ સામે અવારનવાર મેણા ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય આ બાબતે પરિણીતાએ જેતપુર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ચોપડે નોંધાયેલ વિગત મુજબ શહેરના એસ કુમાર રેસીડેન્સી જુનાગઢ રોડ પર પિતાના ઘરે રહેતા ચારુલબેન ગોરધનભાઈ રીબડીયા એ નોંધાવેલી ફરિયાદ મુજબ મારા પરીવાર સાથે રહું છું અને ઘર કામ કરૂં છું અને મારે સંતાનમાં એક દિકરો રીગવેદ છે,૦૬ વર્ષનો છે મારા લગ્ન આજથી નવેક વર્ષ પહેલાં જુનાગઢ જીલ્લાના માખીયાળા ગામે રહેતા યોગેશભાઇ મનસુખભાઇ બાલધા , રહે,હાલ પુના, મહારાષ્ટ્ર વાળા સાથે થયેલ અને મારા આ લગ્ન જીવનમાં મારે એક દિકરો રીગવેદ છે.મારાં લગ્ન બાદ મારા પિતા જયેશભાઇએ ૮૦,૦૦૦ / – રૂપિયો અને ૨૦ તોલા સોનું આપેલ અને મારા લગ્ન બાદ એક વર્ષ અમારો ઘર સંસાર સારી રીતે ચાલેલ અને ત્યાર બાદ મારા પતિ મારી સાથે બોલાચાલી કરતા અને મારી પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા હોઇ જેથી મારા પિતા જયેશભાઇએ મારા પતિને સાત લાખ રૂપિયા આપેલ . ત્યાર બાદ પણ મારા પિતાએ ૩૦,૦૦૦/- તથા ૮૦,૦૦૦/ – એમ અલગ અલગ સમયે આપેલ અને મારા પતિ મારા સાસુ નર્મદાબેનની ચડામણીથી અવાર – નવાર મને શારીરિક – માનસિક ત્રાસ આપતા હોય અને મને મારા માતા પિતા સાથે વાત પણ કરવાની ના પાડતા ગઇ તા.૨૦/૦૫/૨૦૨૧ ના રોજ મારા જેઠાણી નિર્મળાબેન તથા તેના દિકરા રીધાનને કોરોના થયેલ ત્યારે મને તેની સેવા ચાકરી કરવા માટે મારા પતિએ મોકલેલ.ત્યાર બાદ હું જુનાગઢ જીલ્લાના માખીયાળા ગામે મારા જેઠના ઘરે ગયેલ.ત્યાં હું વીશેક દિવસ રોકાયેલ હતી ત્યારથી હું મારા પિતાના ઘરે રહેવા માટે આવી ગયેલ છે.ત્યાર બાદ મારા પતિ મારા દિકરા સાથે વાત કરવા ન દેતા અને મારા પતિ પણ મારી સાથે વાત ન કરતા જેથી મારા પિતાએ અવારનવાર મારા પતિને ફોન કરી કરીને કહેલું કે તમે મારી દિકરીને તેડી જાવ , તો મારા પતિએ જણાવેલ કે મારે તમારી દિકરીને નથી જોઇતી તેમ કહેતા હોઇ જેથી પતિ તથા મારા સાસુ અવાર – નવાર દહેજ માટે મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય જે બાબતે પરણીતાએ જેતપુર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે
ફરિયાદી પરિણીતાને શારીરિક તથા માનસિક ત્રાસ આપવા ઉપરાંત દહેજ બાબતે હેરાન કરતા હોય આ બનાવ અંગે પોલીસે તેણીના પતિ તેમજ સાસુ સામે સામે આઈ.પી.સી. કલમ 498(એ), 114 તેમજ દહેજ ધારા અધિનિયમ કલમ 3 મુજબ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઇ એમ કે મનાત ચલાવી રહ્યા છે.
હરેશ ભાલીયા જેતપુર