Gujarat

જેતપુરમાં બુટલેગર નકલી પેઢી બનાવી કેમિકલ મંગાવતા હોવાનો ધડાકો, ટ્રાન્સપોર્ટમાંથી ઉતરેલા વધુ 10 બેરલ સાથે બે દબોચાયા

10 બેરલ ટ્રાન્સપોર્ટમાં ઉતર્યા હતા, જેને બોલેરો પીકઅપમાં ભરી હરિયા નામનો બુટલેગર ડ્રાયવર સાથે નીકળતા નવાગઢ મેઈન રોડ પર પોલીસે ઝડપી લીધા
શનિવારે દેશી દારૂ સાથે 3000 લીટર શંકાસ્પદ કેમિકલ મળેલું, હવે વધુ 2000 લીટર મળતા પોલીસ સતર્ક બની
સમગ્ર પંથકના બુટલેગરો પર ધોંસ બોલાવવાનું શરૂ
જેતપુરમાં શનિવારે રાત્રે દેશી દારૂ સાથે 3000 લીટર શંકાસ્પદ કેમિકલ ઝડપાયું હતું. ત્યારે હવે તે પ્રકારનું જ વધુ 2000 લીટર કેમિકલ મળતા પોલીસ સતર્ક બની છે અને સમગ્ર પંથકના બુટલેગરો પર ઘોંસ બોલાવવાનું શરૂ કર્યું છે. નકલી પેઢીના નામે બુટલેગર કેમિકલ મંગાવતા હોવાનો ધડાકો પણ થયો છે. ટ્રાન્સપોર્ટમાંથી ઉતરેલા વધુ 10 બેરલ જપ્ત કરાયા છે. ગત રાત્રે મુંબઈથી આવેલા કેમિકલના 10 બેરલ ટ્રાન્સપોર્ટમાં ઉતર્યા હતા. જેને બોલેરો પીકઅપમાં ભરી હરિ દિલીપ પરમાર નામનો બુટલેગર અને ડ્રાયવર સાથે નીકળતા નવાગઢ મેઈન રોડ પર પોલીસે ઝડપી લીધા હતા.
જેતપુર વિભાગના ડીવાયએસપી ડોડીયા અને તેમની કચેરીનો સ્ટાફ અને જેતપુર સિટી અને પોલીસના પીઆઈ એ.એમ.હેરમાના માર્ગદર્શનમાં પોલીસ ટીમે શનિવારે નવાગઢ વિસ્તારમાં આંબલીયાનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી દેશી દારૂનો 240 લીટર જથ્થો જપ્ત કરેલો, આ દુકાનમાં શંકાસ્પદ કેમીકલ ભરેલા લીલપેક 15 બેરલ મળી આવતા આરોપી વિજય કાંતિવેગડા પોલીસને જોઈ નાશી છુટવામાં સફળ રહ્યો હતો.
આ શંકાસ્પદ કેમિકલ બોટાદના લઠ્ઠાકાંડમાં વપરાયું હતું. એવું જ મિથેનોઈલ આલ્કોહોલ હોવાની શંકા જણાતા કેમિકલની સાચી ઓળખ કરવા એફએસએસ ટેસ્ટ માટે લેબમાં મોકલવામાં આવેલ અને ઘાતક જીવલેણ કેમીકલ હોવાની શકયતા હોવાથી ઠેર-ઠેર બુટલેગરમાં ત્યાં દરોડા પાડવામાં આવેલ અને બુટલેગટર ઉપર વોચ રાખવામાં આવી હતી.
આ દરમિયાન ગઈકાલે રાત્રે બાતમી મળેલી કે નવાગઢની દુકાનમાંથી જેવું મળી આવેલું એવુ જ કેમિકલ મુંબઈથી ટ્રાન્સપોર્ટમાં જેતપુર ઉતર્યું છે. આ કેમિકલના વધુ 10 બેરલ બુટલેગર હરિ બોલેરોમાં નાખી ડ્રાઈવર સાથે નીકળ્યો છે. જેથી પીઆઈ હેરમા અને ડીવાયએસપીની કચેરીના સ્ટાફે વોચ ગોઠવી, નવાગઢ મેઈન રોડ પર બેલોરો પહોંચતા તેને અટકાવી શંકાસ્પદ કેમિકલ સાથે બોલેરો જપ્ત કર્યો છે. અને બુટલેગર તેમજ ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. આ રીતે કેમિકલનો મોટો જથ્થો બીજી વખત ઝાપાતા પોલીસ વધુ સતર્ક બની છે. અને ઠેર ઠેર તપાસ હાથ ધરી છે.
અગાઉ કેટલી વખત ટ્રાન્સપોર્ટ મારફત કેમિકલ આવ્યુ? તપાસ થશે
જેતપુરમાંથી ઝડપાયેલા શંકાસ્પદ કેમિકલને લઈ પોલીસની સતર્કતાથી બોટાદ જેવો લઠ્ઠાકાંડ થતા અટકયો છે. પોલીસને શંકા છે કે, જે બે બુટલેગરોનું આ કેમિકલ મળ્યું છે તેનો દારૂ બનાવવામાં જ ઉપયોગ પક્ષો હશે.પોલીસની ભારે દોડધામ બાદ ખુલ્યું છે કે, આ કેમિકલના બેરલ મુંબઈથી ટ્રાન્સપોર્ટ મારફત જેતપુર આવતા હતા.
જેતપુરની કોઈ નકલી પેઢીના નામે કેમિકલનો ઓર્ડર કરાતો હતો અને પછી આ બુટલેગરો, કેમિકલ લઈ જતા હતા. હાલ ટ્રાન્સપોર્ટમાં તપાસ હાથ ધરાઈ છે. કે, આવા બેરલ કેટલી વખત મુંબઈની જેતપુર આવ્યા, કેટલા બેરલ આવ્યા અને કોણે મંગાવ્યા? વગેરે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

IMG_20221220_184318.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *