Gujarat

જેતપુરમાં યુવાનને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

દુકાન બહાર બેઠેલ યુવકને ધોળા દિવસ અજાણ્યા શખ્સે છરીના અનેક જીવલેણ ઘા ઝીંકતા ઘટના સ્થળે દમ તોડયો
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
જેતપુરનાં ધમધમતા રબારીકા રોડ  પર દુકાન બહાર બેઠેલ ભરવાડ યુવક પર અજાણ્યા શખસે બાઈક પર ઘુસી આવી છરીના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર મળે એ પહેલાંજ સ્થળ ઉપર યુવકે દમ તોડી દેતા હત્યાનો બનાવ બનવા પામ્યો હતો યુવકની હત્યા કરનાર અજાણ્યા શખસ કોણ તેમજ તેની હત્યા પાછળનું ઇરાદો શું હતો તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જેતપુરનાં નેશનલ હાઇવે નજીક અને ધમધમતા રોડ ઉપર આવેલ એક દુકાન બહાર બેઠેલ અને નવાગઢમાં રહેતા દેવાભાઇ રાઠોડ (ઉ.વ ૩૨) નામના ભરવાડ યુવાન ઉપર બાઈક ઉપર બાળકો સાથે આવેલ  કોઈ અજાણ્યા શખશે યુવાન કઈ સમજે તે પૂર્વે તેના પર છરી  વડે હુમલો કરી છાતીના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકતા ગંભીર ઇજા પહોંચાડી હતી બાદમાં આ શખસ નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકેને સારવાર મળે એ પહેલાં જ સ્થળ ઉપર દમ તોડ્યો હતો જેથી આજુબાજુના લોકોએ પોલીસ તેમજ પરિવારજનોને જીવલેણ હુમલો થયાની જાણ કરી હતી.બાદમાં યુવકના પરિવારજનો તેમજ પોલીસ ઘટનાંસ્થળે તુરંત અહી દોડી આવ્યા હતા અને યુવાનને ૧૦૮ મારફતે લાશને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ આ મામલે યુવકના પરિવારજનો તેમજ સ્થાનિકોની પુછપરછ  આધારે પોલીસે યુવકની હત્યા કરનાર હત્યારાને શોધી કાઢવા તેમજ હત્યા પાછળનો ઇરાદો શું તે જાણવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.એ દરમિયાન બાજુમાં આવેલ સાડીના ડાંઇગનાં કારખાનામાં લાગેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર હત્યાની ઘટના કેદ થઇ હતી જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે હત્યારા ઇસમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Picsart_22-12-08_19-55-08-643.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *