Gujarat

જેતપુરમાં વિદ્યાર્થિઓએ આંદોલન કરતા લંપટ શિક્ષકની અટકાયત

રાજકોટ
જેતપુર શહેરમાં આવેલ કુંભાણી ગલ્સ હાઈ સ્કુલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોવાની બાબતને લઈને વિદ્યાર્થીનીઓ રણચંડી બની હતી અને આ મામલાથી ત્રસ્ત થઈને વિદ્યાર્થીનીઓ દ્વારા શહેરમાં સુત્રોચ્ચાર સાથે રેલી યોજીને ધરણા યોજવામાં આવ્યા હતા અને આ લંપટ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જેતપુર શહેરની ભાગોળે આવેલ કુંભાણી ગર્લ્સ હાઈસ્કુલમાં ફરજ બજાવતા વિરમ નંદાણીયા નામના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વ્યવહાર કરીને અપશબ્દો બોલતો હોવાની બાબતે વિદ્યાર્થિનીઓ સ્કૂલ કેમ્પસમાં જ આંદોલન પર ઉતરી આવી હતી. વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરાતા રોષ ભભૂક્યો હતો. તેમના આ અવાજને બુલંદ કરવા અને વિદ્યાર્થીનીઓ સાથે થઈ રહેલ અન્યાયને અટકાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને નેતાઓ જાેડાયા હતા. ‘હમ હમારા હક્ક માગતે હૈ, ભીખ નહીં માગતે’ના સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ રેલી જેતપુરના પોલીસ સ્ટેશન સુધી યોજી હતી. વિદ્યાર્થિનીઓ સાથે એબીવીપીના કાર્યકરો પણ જાેડાયા હતા. પોલીસ સ્ટેશને એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે હોબાળો થતા ૫ કાર્યકરની પોલીસે અટકાયત કરી હતી. જાે કે વિદ્યાર્થિનીઓએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ જ્યાં સુધી શિક્ષકની અટકાયત નહીં થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન છોડશે નહીં તેવી ચિમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બાબતે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિરમભાઇ નારણભાઈ નંદાણીયા નામના શિક્ષક સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કલમ ૩૫૪ડી, ૫૦૪, પી.ઓ.સી.એસ.ઓ.એસીટી ૧૨ મુજબ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવામાં આવી છે તેવી પણ વિગતો સામે આવી છે. વિરમનો નાનો ભાઈ પ્રવીણ નંદાણીયા પણ આ જ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેની સામે ત્રણ વર્ષ પૂર્વે સ્કૂલની એક વિદ્યાર્થિનીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. અને તે ગુના હેઠળ પ્રવીણ નંદાણીયા જેલમાં પણ ગયો હતો અને સસ્પેન્ડ પણ થયો હતો.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *