Gujarat

જેતપુરમાં શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીઃ ભવ્ય શોભાયાત્રા નીકળી

30 થી વધુ ફ્લોટ્સ દ્વારા ધર્મની ઝાંખી કરાવાય
જેતપુર શહેરના પાચીન શ્રી નૃસિંહ મંદિરથી આઝાદી પહેલાંથી પરંપરા મુજબ રામનવમીની સૌથી લાંબો પગપાળા રૂટ  પર નીકળતી શોભાયાત્રા નીકળી ત્યારે જેતપુર અભૂતપૂર્વ ધર્મમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું.
કોરોનાની ગાઈડલાઈનને કારણે સતત બે વર્ષથી સ્થગિત રહેલ આ ભવ્ય શોભાયાત્રા માટે આ વર્ષે શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . નૃસિંહ મંદિરના મહંત  શ્રી કનૈયા આનંદ મહારાજની સીધી જ આગેવાની હેઠળ શહેરના તમામ મુખ્ય માર્ગો , અને મોટાભાગના વિસ્તારો ધજા-પતાકાથી સુશોભિત કરાયા હતા.  સુશોભનમાં યુવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
કોમી એકતાના પ્રતિક રૂપે  શહેરના સમસ્ત મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રામાં ઠંડી છાશનો વિતરણ અને ફૂલવાડી રોડ પર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
 આ ઉપરાંત અનેક યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા શરબત જ્યુસ અને પાણીના સ્ટોલ મુકવામાં આવ્યા હતા
શોભાયાત્રામાં આશરે 30 થી વધારે  પારંપરિક અને ધાર્મિક ઝાંખીઓનો ઝાકમઝોળ જોવા મળયો હતો . 10 જેટલા ઘોડેસવારો આ શોભા યાત્રામાં જોડાઈ પોતાનું કૌવત બતાવ્યું હતું. ડીજેના સંગીત અને બેન્ડવાજા તેમજ પારંપરિક ઢોલને શરણાઈના સુર  અને તાલ સાથે ભાવભેર આનંદોલ્લાસ આ શોભાયાત્રામાં છવાયો હતો..
આ શોભાયાત્રામાં    સંતો, મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી રથમાં બિરાજમાન થઈ જોડાયા હતા. આ સમગ્ર શોભાયાત્રાના આયોજનનું મોનીટરીંગ રામ જન્મોત્સવ સમિતિના અધ્યક્ષ મનોજ પારઘી કરી રહ્યા હતા.
આ રથયાત્રામાં લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ ધર્મ પ્રેમી જનતાએ હોશ ભેર ભાગ પણ લીધો હતો તેમજ તલવારબાજી ઘોડેસવારીમાં યુવાનોએ કૌવત દેખાડીને હજારો  ધર્મપ્રેમી જનતાને ઝુમાવી હતી.
શોભાયાત્રાના સ્થાનિક પોલીસે ચૂસ્ત બંદોબસ્ત જાળવીને સરાહનીય ફરજ બજાવી હતી

IMG-20220410-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *