ઉકળતા તેલમાં દાઝી ગયેલા યુવક પાસે માહિતી મેળવતું વિજ્ઞાન જાથા
જેતપુરમાં બે પરિવારોમાં અસમંજસ શંકાના કા૨ણે માતાજીના મઢે યુવકને ઉપાડી લઈ જઈ ઉકળતા ગરમ તેલમાં સતના પારખા માટે હાથ નખાવતા દાઝી ગયેલા યુવકની હોસ્પિટલમાં રૂબરૂ માહિતી મેળવી, અપરાધમાં સંડોવાયેલા તમામની ધરપકડ કરવા ભારત જન વિજ્ઞાન જાથાએ માંગણી કરી છે.
બનાવની વિગત મુજબ જેતપુરમાં જીથુડી રોડ ઉપ ૨ આવેલા સરધાર ચોક પાસે માહી એપાર્ટમેન્ટમાં ૨હેતા અને મજુ૨ી કામ કરતાં વિક્રમ બાવનજીભાઈ જાદવ, (ઉ.વ. ૩૦) પરિવારોમાં શંકા હોવાથી ફરિયાદમાં દર્શાવેલા શખ્સોએ સતના પારખા માટે માતાજીના મઢે લઈ જઈ ઉકળતા તેલમાં હાથ નખાવતા આંગળાઓ અતિ દાઝી જવાથી ભવિષ્યમાં સંવેદના ગુમાવે તેવી ભીતી દર્શાવવાની સાથે અપંગતા ન આવે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ સા૨વા૨ હેઠળ છે. જાથાના રાજય ચે૨મેન, એડવોકેટ જયંત પંડયાએ સીવીલ હોસ્પિટલમાં સતના પારખામાં દાઝી ગયેલા જેતપુરના વિક્રમ જાદવ પાસે રૂબરૂ માહિતી લેવા ગયેલા ત્યારે તેમના ભાઈ દેવરાજ, સગા-સંબંધી હાજર હતા.
વિક્રમના કહેવા પ્રમાણે તેમનું સામાવાળાએ ઘ લ૨ પાસેથી અપહ૨ણ ક૨ી માતાજીના મઢે લઈ જઈ જબરદસ્તીથી શંકાના આધારે સતના પારખા માટે ઉકળતા તેલમાં હાથ નાખતા દાઝી ગયાની કેફિયત આપી હતી. જાથા મદદરૂપ થાય જે સત્ય નીકળે તેમાં સાથ આપવાની ખાત્રી આપી હતી. પોતે નિર્દોષ હોવાનું અગાઉ પણ માથાકુટ થઈ હતી તેની અરજીની નકલ આપી હતી. આ તબક્કે કાયદો વ્યવસ્થા માટે સિવિલ પોલીસ ચોકીના પોલીસ કર્મી હાજ૨ હતા . તેણે સુંદ૨ કામગી૨ી બજાવી હતી. તેમ જાથાના ચેરમેન જયંતભાઈ પંડયાએ જણાવ્યું છે.
હરેશ ભાલીયા જેતપુર


