(હરેશ ભાલિયા દ્વારા)
જેતપુરમાં આવેલા સરકારી જીમખાના મેદાનમાં લોકમેળાના નામે પ્રજાને લૂંટીને લાખો રૂપિયાના સંસ્થા દ્વારા થતા કાળા કારોબારને રોકીને લોકમેળાની મંજૂરી ન આપવા ધોરાજીના જાગૃત નાગરિક યોગેશભાઈ ભાસાએ ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. રજુઆતમાં દહેશત પણ વ્યક્ત કરાઈ છે કે, એકદમ સાંકડા મેદાનમાં જો કોઈ અઘટિત બનાવ બનશે તો અહીં મોટી કરુણા જન્મી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.
રજુઆતમાં યોગેશ ભાસાએ જણાવ્યું છે કે,
જેતપુર શહેરમાં આવેલ જીમખાના ગ્રાઉન્ડ જે જીમખાના કલબ રમત-ગમત માટે ઉપયોગ કરે છે. અને આ ગ્રાઉન્ડની માલીકી સ૨કા૨ની છે. જેથી આ ગ્રાઉન્ડ ઉપર કોઈપણ જાતનુ આયોજન થાય તો તે આયોજનની જવાબદારી સ૨કા૨શ્રીની હોઈ કોઈ પોતાના અંગત સ્વાર્થ માટે સ૨કા૨શ્રી સાથે છેતરપીંડી ના કરી શકે આ ગ્રાઉન્ડમાં દિવાળી અને જન્માષ્ટમીના લોકમેળાનુ આયોજન ક૨વામાં આવે છે. અને આ લોક મેળાના આયોજનમાં આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે કરે છે. અને સ૨કા૨ના ગ્રાઉન્ડ ઉપર લાખો રૂપીયા ભેગા કરે છે. અને લોકોની જાન ઉપર પણ જોખમ ઉભુ કરે છે.
આ ગ્રાઉન્ડમાં આ લોકો હરાજી વગર લાખો રૂપીયા ઉભા કરે છે. અને ટ્રસ્ટનુ નામ રાખીને પોતાના ખીસ્સા ભરે છે. જેવી રીતે ગોંડલમાં લોક મેળાનુ આયોજન થાય છે. અને સ૨કા૨ને લાખો રૂપીયાની આવક થાય છે. પણ અહી સરકારના ગ્રાઉન્ડ ઉપર રાજકીય મળતીયાઓ પોતાના ખીસ્સા ભરે છે. જે છેલ્લા પાંચ થી દસ વર્ષના આ લોકોના ઓડીટ ચેક કરવામાં આવે તો ખબર પડી જશે.
આ ગ્રાઉન્ડ સરકારની માલીકીનુ છે. અને તેની ઉપર કોઈપણ આયોજન કરવાનો હકક ફકત સ૨કા૨શ્રીને હોય છે. અથવા સરકારશ્રીની મંજુરીથી ક૨વાનુ હોય છે. તે અંગે યોગ્ય તપાસ કરવી. આ ગ્રાઉન્ડમાં મેળો યોજાય છે. પણ કોઈ જાતનો બનાવ બનેતો ગ્રાઉન્ડમાંથી બાર નીકળવા માટે જરૂર મુજબના ગેટની વ્યવસ્થા નથી. અને ગ્રાઉન્ડની ફરતે કમ્પાઉન્ડ હોલ છે. તેથી અંદર ફાયર ફાઈટર ની મદદ પહોંચી શકે તેમ નથી. મેળો યોજાય તેમા અંદર એક સમયે લગભગ ૩૦ હજાર જેટલી માનવ મેદની હોય છે. તો લોકોની સેફ્ટી માટેની જવાબદારી પણ સ૨કા૨શ્રીની બની રહે છે. ધોરાજીના જાગૃત નાગરિક યોગેશ ભાસાએ આવી રજૂઆતની નકલો મુખ્ય મંત્રીશ્રી, ગૃહ મંત્રીશ્રી, રાજકોટ જિલ્લા કલેકટરશ્રી,
રાજકોટ જિલ્લા પોલીસ વડાશ્રી, ડી.વાય.એસ.પી.શ્રી-જેતપુર, મામલતદારશ્રી—જેતપુર તેમજ પી.આઈ.શ્રી—જેતપુરને પણ મોકલી છે.
…..
બોક્સ :
લોકમેળો યોજવો હિતાવહ નથી !
જેતપુર : મેળાના ગ્રાઉન્ડમાં અંદ૨ જવાના રસ્તે જ મેઈન રોડ અને બસ સ્ટેન્ડ આવેલ હોય અને બસની અવર-જવ૨ ક૨વા માટે પણ બિજો રસ્તો નથી. માટે પણ વ્યવસ્થામાં ખલેલ પહોંચે છે. અને એકસીડેન્ટનો ભય રહે છે. તેથી આ ગ્રાઉન્ડ ઉપર મેળો યોજવો હિતાવહ નથી. જીમખાના ગ્રાઉન્ડ સામે સરકીટ ટાઉસ છેલ્લા ૧૦૮ ઈમરજન્સી સેવા માટે એમ્બયુલન્સ રાખવામાં આવે છે. અને મેળાના કારણે તેને પણ ત્યાથી જવા આવવામા તકલીફ થતી હોય તો તેના માટે પણ મંજુરી આપવી યોગ્ય નથી.
બોક્સ :
સરકારી નિયમોને અભેરાઈએ ચડાવાય છે ?
જેતપુર :જેતપુર જીમખાના ગ્રાઉન્ડમાં મેળો યોજવા માટે અમુક લોકોના ખીસ્સા ભરવા માટે તમામ જાતના નીયમો નેવે મુકીને મેળાનુ આયોજન કરવામાં આવે છે, આ મેળાના કારણે સ૨કા૨ને પણ લાખો રૂપીયાની નુકશાની થાય છે. કારણ કે તે ગ્રાઉન્ડના માલીક સ૨કા૨ છે. સાથે સાથે આ લોકોના સ્વાર્થના કારણે મેળામા આવતા લોકો ઉપર પણ અકસ્માતથી જાનનુ જોખમ ઉભુ થાય છે. તેમજ સ૨કા૨ી બસ સ્ટેશન નજીક હોવાથી એસ.ટી. બસોને પણ જવા આવવામાં ખુબજ મુશ્કેલી ઉભી થાય છે. તેમજ ૧૦૮ ઈમ૨જન્સી સેવા એમ્બ્યુલન્સને પણ જવા આવવામાં ખુબજ મુશ્કેલી સર્જાતી હોય તો આ મેળો બે—ચાર લોકોના અંગત સ્વાર્થ અને પોતાના ખીસા ભ૨વા માટે નીયમો સાઈડમાં મુકીને આયોજન થતુ હોય મેળાના આયોજનને રોકવું જરૂરી છે.
બોક્સ :
લોકમેળો બનાવાય છે લૂંટ મેળો !?!
જેતપુર : લોક મેળાની અંદર રાખવામાં આવતી રાઈડસમાં પણ લુંટ ચાલતી હોય જેમા સરકારને આજ સુધી કોઈપણ જાતના મનોરંજન ટેક્ષની આવક થયેલ નથી. અને તમામ પ્રકારના નીયમો અભેરાઈ પર મુકીને લુંટ ચલાવી રહયા છે. આવા મેળા જે બે—ચાર લોકોના અંગત સ્વાર્થ માટે ક૨વામાં આવતા હોય જેની તમામ વિગતો ચકાસણી કરીને તેમજ લોકોના જાનનુ જોખમ વિશે વિચાર કરી તેમજ સ૨કા૨નુ પણ વિચાર કરી આ અંગે યોગ્ય નીર્ણય લેવા રજુઆત કરાઈ છે.


