Gujarat

જેતપુરમાં સૌરાષ્ટનો બીજા નંબરનો વિશાળ ડેમ ભાદર 1 માં  ભરપૂર પાણી હોઈ જેતપુર શહેરને આ વર્ષ દરમ્યાન પાણી ની કોઈ સમસ્યા નહીં રહે

જેતપુર ની બાજુમાં આવેલ અને જેતપુર નું હૃદય એવો ભાદર 1 ડેમ સૌરાષ્ટ નો બીજા નંબર નો વિશાળ ડેમ ગણાય છે 34 ફૂટ ની સપાટી ધરાવતો આ ભાદર ડેમ માં પાણી ની કુલ ક્ષમતા 6648 એમસીએફટી ની છે જે ગયા વર્ષ દરમ્યાન ભારે વરસાદ ને લઈ ઓવર ફ્લો થયેલ  ભાદર ડેમ સિંચાઈ માટે અને જેતપુર તાલુકા ને પીવાના પાણી નો મેઈન આધાર છે
 હાલ ભાદર ડેમ માં  હાલ 3716 એમસીએફટી જથો  એટલે કે 26.60 ફૂટ જેટલું પાણી હોઈ  ઉનાળુ પાક માટે 2000 હેકટર જમીન માટે સિંચાઈ માટે  એક પાળ અને  પ્રિ ખરીફ પાક માટે બે પાણ કુલ ત્રણ પાળ સિંચાઈ માટે આપવા માં આવશે અને બાકીનું પાણી પીવા ના પાણી માટે અનામત રાખવા માં આવશે  આગામી 31-07-2022 સુધી પાણી ની કોઈ સમસ્યા જેતપુર તાલુકા ને રહશે નહીં હાલ ભાદર ડેમ 50 ટકા ભરેલ હોઈ પીવાના પાણી ની કોઈ સમસ્યા રહેતી નથી
જેતપુર તાલુકામાં આ વખતે 31-07 સુધી ભાદરમાં ભરપૂર પાણી હોઈ પીવાના પાણીની સમસ્યા રહશે નહીં તે ઉપરાંત જો વરસાદ ખેંચાયતો જેતપુર માટે નર્મદાની લાઈન નાખેલી છે તરત નર્મદાનું પાણી ઉપયોગ કરવામાં આવશે એટલે જેતપુરને પીવાના પાણીની સમસ્યા રહશે નહીં અને આગામી સમયમાં રાજ્ય સરકારની યોજના નલ પે જલ અંતર્ગરત પંચીસ કરોડ  લાખ રૂપિયા જેતપુર ને ફાળવેલ હોઈ તેમાંથી ઇન્કવેટ વેલ. નવી ઉંચી ટાંકી..પપીંગ હાઉસ.અને છેવાડા ના વિસ્તાર માં નવી પાણી ની લાઈનું નાખી પુરા ફોર્સ થી પાણી મલી રહે તેવા પ્રયત્ન નગર પાલિકા દ્વારા હાલ જેતપુર ને 20 MLD  પાણી ની જરૂરિયાત રહે છે દર ત્રીજા દિવસે  45 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220409-190545__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *