જેતપુર બેઠક પર ભાજપના જયેશ રાદડિયાની જીત થઈ હતી
કોંગ્રેસ કરતા વધુ મત આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીને મળ્યા જયેશ રાદડિયાને કુલ 106471 મત મળ્યા
રોહિત ભુવા ને મળ્યા 29545 મત (આપ) રાજુભાઈ સરવૈયાને મળ્યા 20788 મત (એસપી) દિપક વેકરિયાને મળ્યા 12244 મત (કોંગ્રેસ) નોટાને મળ્યા 2287 મત. જેમાં આપના ઉમેદવાર સામે 76926 મતની લીડ સાથે વિજય થતા જેતપુરમાં વિજય સરઘસ નીકળ્યું હતું. જયેશ રાદડિયાએ સૌપ્રથમ વીરપુર અને ખોડલધામ દર્શન કર્યા હતા. બાદમાં જેતપુર તેનો પરિવાર સ્વાગત માટે રાહ જોઇ રહ્યો હતો. જયેશ રાદડીયા જેતપુર પહોંચતા તેમના માતા ચેતનાબેન તેને ભેટી પડ્યા હતા અને રડવા લાગતા જયેશ રાદડિયા પણ રડવા લાગ્યા હતા. થોડીવાર માટે આ દ્રશ્ય જોઇ ઉપસ્થિત સૌ કોઇ ભાવ વિભોર બની ગયા હતા.
જયેશ રાદડિયાનું વિજય સરઘસ જેતપુરમાં સરદાર ચોક ખાતેથી નીકળ્યું હતું. જેમાં તેમના પત્ની પણ જોડાયા હતા. તેમજ કુકુમ તિલકથી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં વિજય સરઘસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિજય સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા હતા.
સમગ્ર ૭૪- વિધાનસભા વિસ્તારમાં વિજય સરઘસ પસાર થયું હતું. ત્યારે રિવાબા જાડેજાને ઉમળકાભેર આવકાર મળ્યો હતો, અનેક સ્થળોએ પુષ્પવૃષ્ટિ તથા હારતોરા કરીને ભવ્ય સ્વાગત અને અભિવાદન કરાયું હતું. ડી.જે. ના તાલે અનેક કાર્યકરો વિજય સરઘસમાં જોડાયા હતા, અને ઠેર ઠેર આતશબાજી પણ કરવામાં આવી હતી.