Gujarat

જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામ પાસે બે બાઇક અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,

એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામ પાસે રોડ ઉપર બે બાઈકો સામસામે અથડાતા સાંજના સમયે રોડ ઉપર બે બાઇકો સામસામે અથડાતા એક મહિલાને વધુ ગંભીર ઇજાઓ પહોંચી હતી
પ્રાપ્ત માહિતી મુજબ જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામ પાસેના રોડ પર સાંજના સમયે  ગોવિંદભાઈ વિહાભાઈ ડેર (ઉ.મ35 ) તેમજ તેમનો પુત્ર ધવલ હરસુખભાઈ ડેર (ઉ.મ.18 ) પોતાના ઘરે સાકરોણા ગામ જઇ રહ્યા હતા ત્યારે સામેથી બાઈક લઈ આવી રહેલા
લાલભાઈ ગોપાલભાઈ મકવાણા (ઉ.મ 22) તેમજ બાઈક પાછળ બેઠેલ તેમના પત્ની મીનાબેન લાલભાઈ મકવાણા (ઉ.મ 22 )સુલતાનપુર તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન ખજૂરી ગુંદાળા રોડ ઉપર સામસામે ધડાકાભેર બે બાઇકો અથડાઈ હતી ભયંકર રીતે બે બાઈક અથડાતા બે બાઇક ચાલક સહિત તમામને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ૧૦૮ માં દવાખાને ખસેડવામાં આવ્યા હતા જેમાં મીનાબેન લાલભાઈ મકવાણા (ઉ.મ 22 ) ને માથાના ભાગે, ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક તેઓને સારવાર માટે જૂનાગઢ  સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા આ અંગે જેતપુર તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

IMG-20220603-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *