જેતપુર તાલુકાની મંડલીકપુર પ્રા.શાળા મુકામે જી.સી.ઇ.આર.ટી. ગાધીનગર અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ પ્રેરીત જેતપુર બી.આર.સી. તથા શિક્ષણ પરિવાર આયોજિત જેતપુર બ્લોક કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવેલ હતું. જેમાં જેતપુર બ્લોકની 33 શાળાઓના બાળ વિજ્ઞાનીકોએ કુલ પ વિભાગમાં પોતાની કૃતિ પ્રદર્શિત કરેલ હતું.
આ કાર્યક્રમ જેતપુર બી.આર.સી.કો.ઓ વી.જી.કપપુરાના અધ્યક્ષ સ્થાને તેમજ આ વિસ્તારના અગ્રણી એવા લલિતભાઇ રાદડીયાની ઉપસ્થિતમાં યોજવામાં આવેલ હતો જેમાં વિવિધ સંસ્થાઓ જેવી કે જેતપુર બી.આર.સી. ભવન, રોટરી કલબ ઓફ જેતપુર, જે.સી.આઇ. જેતપુર રોયલ, લોકનેતા વિઠ્ઠલ રાદડીયા સેવા સંસ્થાનના હોદ્દેદારો દ્વારા બાળકોને મોમેન્ટો અને વિવિધ ઇનામો વિતરણ કરાયા હતા.
આ તકે આ વિજ્ઞાન મેળામાં શ્રેષ્ઠ કૃતિઓના માર્ગદર્શક શિક્ષકો અને બાળકોને પ્રોત્સાહિત કરી તમામ બાળકોને મો મીઠું કરાવેલ. આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાનો જન્મદિવસ હોય જેથી બાળકોને ‘સાવજનું કાળજુ’ અને ‘બાળકોના વિવેકાનંદ’ પુસ્તક સેટ તેમજ તમામ માર્ગદર્શન શિક્ષકોને મોમેન્ટો અર્પણ કરી બિરદાવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા દાતાઓ જેવા કે રો. ભારત વેકરીયા, જેસી. રોહિત કાપડિયા, લોકનેતા વિઠ્ઠલ રાદડીયા સેવા સંસ્થાન ગુજરાતના જીતુભાઇ રાદડીયા દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ અપાયા હતા.


