જેતપુર તાલુકા પંચાયત કચેરીની પ્રોપર્ટી તેમજ વાહનોને નુકશાન કરતા ઇસમો લાલ આખ કરતા તાલુકા વિકાસ અધિકારી.
જેતપુર તાલુકા પંચાયત કચેરી ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રીતે ક્રિકેટ મેચ રમી તાલુકા પંચાયત કચેરીની પ્રોપર્ટી તેમજ સરકારી વાહનોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોઈ જેથી પોલીસ પ્રશાસનને પત્ર લખી કાર્યવાહી કરવાની માંગ કરતા તાલુકા વિકાસ અધિકારી.
જો વાત કરીએ તો જેતપુર તાલુકા પંચાયત 49 ગ્રામ પંચાયતનું હેડલિંગ કરતું જેતપુર રાજકોટ રોડ પર આવેલું જેતપુર તાલુકા પંચાયત કચેરીનું નવું બિલ્ડીંગ ત્રણ વર્ષ પહેલા લાખોના ખર્ચે મળ્યું હતું. આ કચેરીમાં જુદાજુદા વિભાગો પૂર્વવત છે.પરતું ત્રણ વર્ષ પહેલાં બનેલ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં સવારના સમયે તેમજ જાહેર રજાઓના દિવસે અમુક ઈસમો તેમજ આવારા તત્વો દ્વારા આ કચેરીના ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમતા હોય છે જેથી કચેરીના બારીના કાચ તેમજ પાર્કિંગમાં પડેલ સરકારી વાહનો તેમજ કર્મચારીઓના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવતું હોય જેથી આ બાબતે વારંવાર તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ દ્વારા મૌખિક રીતે મનાઈ કરવામાં આવતી હોય તેમ છતાં પણ આ આવારા તત્વો દ્વારા જો હુકમથી ક્રિકેટ મેચ રમી કચેરી તેમજ વાહનોને નુકસાન પહોંચાડતા જેથી આવા આવારા તત્વો સામે કાર્યવાહીની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી.પી.બી. વાઘાણીએ કચેરીને નુકસાન પહોંચાડતા ઈસમો સામે લાલ આંખ કરતા જેતપુર પોલીસ તંત્રને ફરિયાદ રૂપે પત્ર લખી જાણ કરી છે.
ઉપરાંત આ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં છેલ્લા કેટલાક સમયથી જી.જે ૧૨ પી ૭૨૦૬ નંબરની સિલ્વર કલરની સેન્ટ્રો કાર બિનવારસી હાલતમાં ઘણા સમયથી પડેલ હોય તેમ જ આ કારના કોઈ માલિક આવેલ ના હોય તેમની પણ કાર્યવાહી કરવાની માંગ તાલુકા વિકાસ અધિકારીએ કરી છે.

