Gujarat

જેતપુર તાલુકા પોલીસે કારમાંથી દારૂની ૧૨૦ બોટલો ઝડપી પાડી

જેતપુર
જેતપુર તાલુકા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતા બોરડી સમઢીયાળા ગામ તરફથી આવેલી સફેદ કલરની કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ભગાડી મૂકવામાં આવી હતી અને થોડે દુર કાર મુકી ચાલક નાસી છૂટયો હતો પોલીસે કારમાં તપાસ કરતાં અંદર સીટની અંદર છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની ૧૨૦ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી, કારમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલ મળી આવી હતી, જેથી પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ?.૧. ૧૯,૬૦૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂના દરોડાની વિગત અનુસાર જેતપુર તાલુકા પોલીસ મથકના પી.આઈ.ટી.બી.જાનીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ એમ.કે.રંગપરા એ.ડી.જાડેજા,હાર્દિકભાઈ ઓઝા તથા કોન્સ્ટેબલ ચેતનભાઈ ઠાકોર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોકકસ બાતમીના આધારે જેતપુરના ચાંપરાજપુરની કેનાલ પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *