Gujarat

જેતપુર નજીક જુદા જુદા બે ગમખ્વાર અકસ્માતઃ બે પુરુષોના કરૂણ મોત:મહિલા ગંભીર પીઠડીયા નજીક પરપ્રાંતિય પુરુષનું મોત.

જેતલસર જં ચોકડી નજીક રાજકોટનું દંપતી ખંડિત
જેતપુર નજીક બે જુદાજુદા અકસ્માતો સામે આવ્યા છે જેમાં પીઠડીયા ગામ બસ સ્ટેન્ડ નજીક રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માતમાં એક્ટિવા ચાલક પરપ્રાંતીય પુરુષનું મોત નિપજ્યુ હતુ જ્યારે બીજા બનાવમાં જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર રાજકોટનું દંપતી ખંડિત થયું હતું જેમાં બાઈક ચાલક પુરુષનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જેતપુર બાદ જુનાગઢ રીફર કરાયા હતા
બનાવની વિગતો મુજબ જેતપુર  ગામ નજીક રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર રાત્રીના 11 વાગ્યા આસપાસ પીઠડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે પરપ્રાંતિય એકટીવા ચાલક રમેશ રામજી કુશવાહ (ઉ.વ.42)મૂળ.યુપી એક્ટિવા લઈ વીરપુર તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન એકટીવા પર કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ બનાવની જાણ ગામના લોકોએ હાઇવે ઓથોરિટી ને કરતા હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા જેથી વીરપુર પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી પોલીસે તપાસ હાથ ધરી હતી.
બીજા અકસ્માતની વિગત મુજબ  રાજકોટનાં નાના મવા નજીક રહેતા વિક્રમસિંહ કરણસિંહ ભટ્ટી  ઉંમર વર્ષ 44 અને તેના પત્ની રીનાબેન વિક્રમસિંહ ભટ્ટી ઉમર વર્ષ 40 મોટરસાયકલ પર બેસીને જેતપુરનાં જેતલસર જંકશન ચોકડી નજીક જુનાગઢ નેશનલ હાઈવે પર જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન પંચર પડેલ બોલેરો ગાડી જીજે 03 બી ડબલ્યુ 2619 પાછળ બાઈક ઘૂસી જતાં બન્ને પતિ પત્ની રોડ પર પટકાયા હતા. જેને પગલે બન્નેને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે નિપજ્યું વિક્રમસિંહ કરણસિંહ ભટ્ટીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્ની રીનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરવામાં આવ્યા હતા હાઇવે  ઉપર અકસ્માત સર્જાતા લોકો દોડી આવ્યા હતા  અકસ્માત અંગે તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો વધુ તપાસ હાથ ધરી છે.

IMG-20220716-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *