Gujarat

જેતપુર પંથકમાં આવી ચડેલા સિંહને શોધવા વન વિભાગનું  ઉમરાળીથી ત્રાકૂડા ગામ પાસે સર્ચ ઓપરેશન,  ઇન ફાઈટમાં સિંહને સામાન્ય ઇજા

જેતપુર પંથકમાં આવી ચડેલા સિંહને શોધવા જેતપુર તેમજ ગોંડલ ફોરેસ્ટના (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) દીપકસિંહ જાડેજા, જેતપુર મોરડીયા, વાઈલ્ડ લાઈફ વેટરનરી ઓફિસરની ટીમ અને ફોરેસ્ટરોની ટીમ દ્વારા ઉમરાળીથી ત્રાકૂડા ગામની સીમમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સિંહનું પરફેક્ટ લોકેશન મળશે તો જરૂર પડ્યે પાંજરું પણ મૂકવામાં આવશે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગોંડલ તેમજ જેતપુર પંથકને સિંહ પરીવાર ઘમરોળી રહ્યો હોઈ જેમાંનો એક સિંહ ત્રાકૂડાથી ઉમરાળી વચ્ચે હોવાની વન વિભાગને માહિતી મળતાં તેનું ચોક્કસ લોકેશન મેળવવા વન કર્મીઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જરૂર પડશે તો પાંજરું પણ મૂકવામાં આવશે. સિંહ ઘાયલ હોવાનું બીટ ગાર્ડએ જણાવ્યું છે. સિંહ ઇન ફાઈટમાં થોડો ઘાયલ થયો હોવો જોઈએ. બીજી કોઈ મોટી ઇજા નથી સિંહને પાંજરે પૂરવા માટે પાંજરું પણ આવી પોહચ્યું છે. મોડી રાત સુધી લોકેશન મેળવવા ફોરેસ્ટરો આસપાસના વિસ્તાર ખૂંદી રહ્યા છે

IMG-20220927-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *