આજે આપણે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી મનાવી રહ્યા છીએ. તે પ્રસંગે આજે આઝાદીના પાવન પર્વે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા અને અંગ્રેજ સલ્તનત સામે સામી છાતીએ લાઠીઓનો સામનો કરનારા સ્વાતંત્રવીરોના ચરણોમાં વંદન સાથે ઉપસ્થિત વડીલો,માતાઓ,બેનો ,બાળકો અને બધાને સ્વાતંત્ર્ય પર્વની શેભેચ્છા પાઠવી હતી.
પાવીજેતપુર ખાતે યોજાયેલા ૭૬મા, સ્વાતંત્ર્ય પર્વ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે પ્રજાજોગ સંબોધન કરતા જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર જણાવ્યુ હતુ કે ભારતદેશની આઝાદીની લડતમાં જે સપૂતોએ અને વિરાંગનાઓએ બલિદાન આપ્યા છે.આજે તેમને સ્મરણાંજલિ આપવાનો દિવસ છે.આઝાદીની આહલેકમાં ગુજરાતના સપૂતોનું અદકેરુ પ્રદાન છે. એમ જણાવ્યુ હતુ.પૂજય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ,વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, જીવાભાઇ ઠાકોર,સરદાર સિંહ રાણા , જેવા અનેક નામી અનામી સેનાનીઓ અને વીરોએ આઝાદી કાજે ખૂબ સંઘર્ષ કર્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી પ્રસંગે આ ક્રંતિવીરોને ગૌરવપૂર્ણ યાદ કરીએ. એક સમય એવો હતો કે વિશ્વવના વિકસિત દેશો હિન્દુસ્તાનને ઉપેક્ષિત નજરે જોતા હતા.આજે એજ દેશો વિકસિત હિન્દુસ્તાનને અને પ્રત્યેક ભારતવાસીને સન્માની નજરે જોઇ રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર અને આપના યશસ્વી વડાપ્રધાન શ્રી.નરેન્દ્રભાઇ સાહેબ ભારતની આન ,બાન અને શાનને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરીને હિન્દુસ્તાની અલગ ઓળખ ઉભી કરી છે. પાવીજેતપુર ખાતે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપી મંત્રીશ્રીએ ગુજરાત સરકારે કોરોના કાળ દરમ્યાન કરેલ વેક્સીનેશની કામગીરીમાં ૧૧ કરોડ ડોઝ આપીને સમગ્ર દેશમાં પ્રથમ રાજય રહ્યુ છે. મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર દેશમાં એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. વિશ્વની સૌથી મોટી વીમા કવચ ધરાવતી PMJY યોજના આજે લોકો માટે આશીર્વાદ સમાન છે. આજે ગુજરાતમાં ૨૫૦૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામા આવે છે. આ ઉપરાત આદિવાસી વિસ્તારમાં થઇ રહેલ કામગીરી અને તેના માટે બજેટમાં કરેલ જોગવાઇની માહિતી આપી હતી. તેમણે રાજય
૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ જુદા જુદા વિભાગમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને નવાજયા હતા. મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે મા ભૌમ કાજે શહીદ થનાર જિલ્લાના વીર સૈનિક શ્રી.તુલસીભાઇ બારીયાના માતાપિતાનુ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. આ ઉપરાંત ૧૦૮ ઇમરજન્સીના કર્મચારીઓનું ,તાજેતરમાં જિલ્લામાં બોડેલી ખાતે આવેલ પુરની ગંભીર પરિસ્થિતિમાં લોકોને જીવના જોખમે બચાવકામગીરી કરવા શ્રી. એ.એસ સરવૈયાનું ,પોલિસ વિભાગના અધિકારીશ્રી વી.એમ..કામલીયાનુ ૮૦ જેટલી ગાયોનો આબાદ બચાવીને છોટાઉદેપુરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા બદલ સન્માન કરવામા આવ્યુ હતુ. અંતમાં મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસકામો માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરને એનાયત કર્યો હતો.
કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, ધારસભ્ય અભેસિંહભાઇ તડવી, પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાઇ રાઠવા , આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા, ભાજપ પ્રમુખ સંગઠન મંત્રી શ્રી રશ્મિકાંત પટેલ , જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેકટર , પ્રાંત અધિકારી છોટાઉદેપુર, જિલ્લા શિક્ષણાધિકારી , અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્મ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


