જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકના પિતાની હત્યા કરી દેવામાં આવી છે, જામજોધપુરના કલ્યાણપુરના રબારી યુવકના પિતાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. યુવકના પિતાનું યુવતીના પરિવારજનોએ અપહરણ કરી ઝેરી પદાર્થ કે પ્રવાહી આપી હત્યા કર્યાનો યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે.
બનાવની વિગતો મુજબ
જેતપુરની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર જામજોધપુરના કલ્યાણપુરના રબારી યુવક શૈલેષ સાંબલે જેતપુરમાં રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોઈ જેથી
યુવકના પિતા સાંબલ લક્ષ્મણભાઈ કાનજીભાઈ ઉ.વ 50 ને યુવતીના પરીવારજનોએ અપહરણ કરી ઝેરી પદાર્થ કે પ્રવાહી પીવડાવી હત્યા નિપજાવ્યાનો પરિવારનો આક્ષેપ કર્યો છે પ્રેમલગ્ન કરનાર યુવકનાં પિતાને યુવતિના પરિવારજનો વારંવાર ધમકીઓ આપતા હોઈ જેથી યુવકનાં પિતા શેઠ વડાળા રહેતી તેમની બહેનની ઘરે ગયેલ હોઈ જ્યાંથી યુવતિના પરિવારજનો ઘરેથી અપહરણ કરી યુવક યુવતીની શોધખોળ માટે લઈ ગયેલ પરતું પરતું પ્રેમલગ્ન કરનાર યુવક યુવતીની ભાળના મળતા અતે જેતપુર રહેતા યુવકના કાકા હીરાભાઇ ને ત્યાં યુવકના પિતાને બેભાન હાલતમાં મૂકી ગયેલ હોઈ જેથી યુવકના પરિવારજનોએ પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હાજર પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ માટે પોલીસે લાશને ફોરેન્સિક તપાસ અર્થે રાજકોટ ખસેડી સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે.


