આને બધું કામ કરાવાય અને નોકરાણીની જેમ રખાય ’ પરિણીતાને સાસરિયાનો ત્રાસ
જેતપુરમાં માવતરે રહેતી અને કોટડાસાંગાણીના રામોદ ગામે સાસરુ ધરાવતી પરિણીતાને સાસરીયાઓ ‘ આને બધુ કામ કરાવાય અને નોકરાણીની જેમ રખાય ‘ તેમ કહી ત્રાસ આપતાં હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ સાસુ સસરા , અને જેઠ – જેઠાણી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી .
જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં નવા દરવાજા પાસે વડલી ચોકમાં પિતાના ઘરે રહેતી દિવ્યા અનિલભાઈ રાઠોડ ( ઉ.૨૫ ) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોટડાસાંગાણીના રામોદ ગામે રહેતા પતિ અનિલ વિનોદભાઈ રાઠોડ , સસરા વિનોદ તેજાભાઈ રાઠોડ , સાસુ હંસાબેન જેઠ મયુર વિનોદભાઈ રાઠોડ અને જેઠાણી અલ્પા મયુરભાઈ રાઠોડના નામ આપ્યા છે . ફરિયાદમાં જણાવ્યા મુજબ , તેના લગ્ન ચાર વર્ષ પહેલા પતિ વિનોદ રાઠોડ સાથે થયા હતાં . બાદ પતિ સહિતના સાસરિયાઓ ઘર કામ અને રસોઈ બાબતે અવાર નવાર મેણાટોણા મારી ત્રાસ ગુજારતા અને પતિને કહેતા કે ‘ તારી પત્નીને ઘર કામ રસોઈ બરાબર આવડતી નથી , તથા પતિ પણ દારૂ પી અવારનવાર ઝઘડો ચડામણી કરતી કે આને બધુ કામ કરતો હોય જેઠાણી અલ્પા પતિને કરાવાય અને નોકરાણીની જેમ રખાય અને એમ ના રહે તો તેને છુટાછેડા આપી દો ’ તેમ કહેતી અને જેઠ પણ જેમ ફાવે તેમ ગાળો ભાંડતા હતાં . દરમિયાન દસેક દિવસ પહેલા રાત્રીના સમયે પતિ દારૂ આવતાં તેને દારૂ પીવાની ના પાડતાં તેણે ઝઘડો કરી રૂમનો દરવાજો બંધ કરી ઢીકા પાટુનો માર મારી દિવાલ સાથે માથુ ભટકાડયું હતું . જેથી તેણી માવતરે ઘરે જઈ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં આ અંગે મહિલા પોલીસે પતિ સહિતના સાસરીયા સામે ગુનો નોંધી એએસઆઈ એલ.બી.ડીંડોરે વધુ તપાસ હાથ ધરી છે .
