વધતા જતા કોરોના કેસો સામે સાવચેતી જરૂરી છે ત્યારે લોકો માસ્ક પહેરી કોરોનાની ગાઈડલાઈન પાલન કરે તે હેતુંથી વિવિધ સંસ્થાઓ તેમજ શહેર પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં મેમો પણ આપવામાં આવ્યા હતા.
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસના કહેરે ફરી પોતાનું માથું ઉચકયું છે અને ઠેક ઠેકાણે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે જેતપુરમાં તેમજ તાલુકામાં કોરોના કેસો નોંધાયા છે. હાલ જેતપુરમાં તેમજ તાલુકાની જનતા સપડાઈ ન જાય તે માટે જેતપુર અને વિવિધ સંસ્થાઓ જેવી કે જેસીઆઈ તેમજ રોટરી ક્લબ અને સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.બી.કરમુર પોતાની ટીમ સાથે ગામમાં નીકળી માસ્ક વિતરણ કર્યું હતું તેમજ કોરોના વાયરસના કહેરથી બચવા માટે આ માસ્ક કેવી રીતે ઉપયોગી થશે, તેની વિસ્તારથી સમજ આપી હતી. આ ઉપરાંત કોરોના વાયરસના કહેરથી બચવા માટે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કડકપણે થાય તેવી સૂચનાઓ આપી હતી.
પોલીસ કાફ્લો નગરમાં નીકળ્યો હોય તેના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતા દુકાનદારો ગ્રાહકો ગામમાં આવતી જનતા સજાગ થઈ ગઈ હતી. જેની પાસે માસ્ક ન હતું તે લોકોએ હાથરરૂમાલ મોઢે બાંધી લીધા હતા. આવા સમયે પોલીસે પણ હકારાત્મક વલણ અપનાવી લોકોને માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ગામમાં આવવા-જવાની સૂચનાઓ આપી હતી. જો કે, કેટલીક જગ્યાઓ પર જરૂર જણાતા મેમો પણ આપ્યા હતા.
જેતપુર શહેર પોલીસ તેમજ રોટરી ક્લબ અને જેસીઆઈ દ્વારા શહેરના મુખ્ય ચોકમાં જેમાં શહેર મામલતદાર અઘેરા ગ્રામ્ય મામલતદાર ગીનીયા , ચીફ ઓફિસર ગઢવી , પીજીવિસીએલના જે.એન. ગઢવી સહિતના અધિકારીઓ અને સંસ્થાઓને માસ્ક વિતરણ કરી લોકોને માસ્ક પેહરવા અપીલ પણ કરી હતી .
હરેશ ભાલીયા જેતપુર


