Gujarat

જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં યોગ દિવસ ની  ઉત્સાહભેર ઉજવણી 

જેતપુર માર્કેટિંગ યાર્ડ અને જેતલસર ખાતે તાલુકા કક્ષા વિશ્વ યોગ દિવસ ઉજવણી
૨૧ જૂન એટલે વિશ્વ યોગદિન  આ વિશ્વ યોગ દિવસની ઉજવણી ને સમગ્ર ભારત રાષ્ટ્ર માં ઉત્સવ રૂપે રાજ્ય સરકાર અને યોગ સાધકો દ્વારા ઉજવવામાં આવે છે .
આજના આ યોગ દિવસે જેતપુર તાલુકા કક્ષા એ પણ વહીવટી તંત્ર  દ્વારા માર્કેટિંગ યાર્ડ જેતપુર શહેરી વિસ્તાર અને જેતલસર હાઇસ્કુલ ખાતે ગ્રામ્ય વિસ્તારના તાલુકા કક્ષા ના યોગ કાર્યક્રમો યોજાયા
આ પ્રસંગે જેતપુર ની યોગ સાધક પ્રવૃત્તિ કરતી યોગ એન્ડ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના શ્રી ડો પી બી ભુવા શ્રી ઇન્દુબેન ઠુમર શ્રી શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના શ્રી રવી ખુહા  તેમજ શ્રી શૈલેષ વણપરીયા પુષ્પાબેન વણપરીયા ભાસ્કર બાબરીયા એ યોગ ટીચર તરીકે ઉપસ્થિત રહી ને યોગ દિવસ ની ઉજવણી માં જોડાયેલ પ્રજાજનો  તેમજ વહીવટી તંત્ર ના વિવિધ વિભાગો ના કર્મચારી અને અધિકારી શ્રી ઓ ને યોગ સાધના અંગે માર્ગદર્શક બની યોગ નું મહત્વ સમજાવી ને યોગ સાધના કરવી હતી
આ પ્રસંગે અગ્રણી શ્રી રમેશ જોગી શહેર ભાજપ પ્રમુખ શ્રી વેલજી સરવૈયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ શ્રી ઉમેશ પાદરીયા શ્રી ડી કે બલદાણીયા શ્રી બાબુ ખાચરિયા સહિત આગેવાનો અને મામલતદાર
શ્રી ડી એ ગીનિયા મામલતદાર શ્રી કે એમ અધેરા ચીફ ઓફિસર શ્રી અશ્વિન ગઢવી તાલુકા વિકાસ અધિકારી શ્રી કુંગશિયા હેલ્થ ઓફિસર શ્રી કુલદીપ સાપરિયા  પોલીસ અધિકારી શ્રી તથા પોલીસ સ્ટાફ અન્ય સરકારી ઓફિસ ના અધિકારી શ્રી કર્મચારી ગણ પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકો એ વિશ્વ યોગ દિવસ ના શુભપ્રભાતે યોગ સાધના કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત યોગ સાધકો એ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના લાઈવ પ્રવચન નો લાભ પણ પ્રાપ્ત કર્યો હતો
આયોજન ને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર ના કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220621-101403__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *