માર્ચ એન્ડિંગમાં દસ્તાવેજની કામગીરી વધુ રહેતા લેવાયો નિર્ણય
જેતપુર સહિત રાજયની ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીમાં વધુ હોવાથી આવતીકાલે રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવાના આદેશ કરવામાં આવ્યા નાણાકીય વર્ષના અંતે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી રાજ્યના નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા આવતીકાલે શનિવારને તા રોજ રાજ્યના જાહેર જનતાના હિતમાં જેતપુર સહિત ૧૮ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નિયમિત દિવસની જેમ જ કામકાજ ચાલુ રહેશે .આથી ઓનલાઇન એપોઇન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે