Gujarat

જેતપુર સહીત રાજકોટ જીલ્લામાં ધમધમતા વોટરપાર્ક્સ પર રોક જરૂરી

દુરસુદુરથી ગરમી દુર કરવા આવતા યાત્રિકોને ઓળખવા મુશ્કેલ: રોગચાળો વકરવાની ભીતિ
રાજકોટ જીલ્લા પોલીસ-કલેકટરે તાકીદનું જાહેરનામું પાડીને વોટરપાર્ક બંધ કરાવે તેવી જાગૃતોમાં માંગ
ઉનાળામાં રોગચાળાનું પ્રમાણ ધીમેધીમે માથું ઊંચકી રહ્યો છે. લોકો કોરોના તેમજ કોરોના જેવી મહામારી ની માર્ગદર્શિકાથી વિમુખ થઇ રહ્યા છે ત્યારે સૌથી વધુ ઉનાળામાં રોગચાળા વકરવાની સૌમાં ભીતિ સેવાઈ રહી છે તેવા સ્વીમીગ-વોટરપાર્ક્સ તાકીદે બંધ કરાવવા જોઈએ અથવા તો આકરા પ્રતિબંધો લગાવવા જોઈએ તેવી જાગૃત લોકોમાં મૂંગામોએ માંગણી ઉઠી છે.
આ બાબતે જાગૃત લોકોનું કહેવું છે કે શાળાઓમાં વેકેશનો પડી ગયા છે. ઉનાળાની આકરી ગરમીથી અકળાઈને આજે વાલીઓ સહિતના પરિવારજનો સૌરાષ્ટ્ર ગુજરાતમાં સ્વીમીંગ-વોટરપાર્ક જેવા સ્થળોએ બહોળી સંખ્યામાં પહોચીને અનહદ આનંદ મેળવી રહ્યા છે. વર્ષોની આ રસમ આ વર્ષે પણ અવિરિત ચાલુ છે. પણ જાગૃત લોકોએ આ વાતને ભયંકર નુકશાનકારક સાબિત થવાની ભીતિ વ્યક્ત કરી છે.
જાગૃતો કહે છે કે જેતપુર તાલુકા ઉપરાંત રાજકોટ જીલ્લામાં અનેક જગ્યાએ વોટરપાર્ક્સ ધમધમી રહ્યા છે. આ પણ એક રોજીરોટીનો રવૈયો છે. પણ પ્રવર્તમાન સમયમાં કોરોના મહામાંરી તેમજ અન્ય રોગચાળો  ધીમી ગતિએ માથું ઊંચકી રહ્યો છે. લોકો કોરોના ચાલ્યો ગયાનું માનીને કોરોના માર્ગદર્શિકાથી વિમુખ થઇ રહ્યા છે. તેમજ જાણે કોઈ પણ ચેપી રોગ લાગે તો જવાબદાર કોણ એટલું જ નહિ વોટરપાર્કમાં તો એક જગ્યાએ ભરાયેલા પાણીમાં સૌ આનંદની ડૂબકીઓ મોજ માણી રહ્યા છે પણ આ વાત આગામી સમયમાં ખતરનાક સાબિત થાય તેમ છે.
કારણ કે, એક જ પાણીના કુંડમાં ડૂબકી લગાવનાર વ્યક્તિ કોઈ રોગચાળાનો ભોગ બનેલો છે કે કેમ ? તે નક્કી કરી શકાતું નથી. એટલુજ નહિ સ્નાનની મોજ માણતી વખતે મોમાં પાણી પણ જતું હોવાથી ભયંકર રોગચાળાને આમંત્રણ આપવા સમાન છે. આવી બધી સલામતીની વાતો ધ્યાનને લઈને જાગૃત લોકો જેતપુર, રાજકોટ જીલ્લા ઉપરાંત રાજ્યબહારના વાલીઓને અનુરોધ કરે છે કે વેકેશન કોઈ પ્રકૃતિની ગોદ હોય તેવી જગ્યાએ ગાળીને વોટરપાર્કથી દુર રહેવાનો સમય પાકી ગયો છે અન્યથા પરીવાના મોભીઓ, બાળકો છીનવાઈ જવાની ગંભીર દહેશત ખરેખર રહ્દય  ધ્રુજાવનારી સાબિત થઇ શકે.
બોક્સ: જીલ્લા પોલીસ વડા-કલેકટર જાહેરનામાં બહાર પાડે
જેતપુર :  રાજકોટ જીલ્લા કલેકટર તેમજ જીલ્લા પોલીસ સમયાંતરે કોઈ રાષ્ટ્રીય તહેવારો, રાજકીય આયોજનો તેમજ ચુંટણી સમયે ચોક્કસ બાબતોના જાહેરનામાં બહાર પાડીને પ્રજાને ચેતવે છે. ત્યારે હાલના સમયમાં જીલ્લા કલેકટર અને પોલીસ વડાએ કોરોના માર્ગદર્શિકાના સખત પાલન માટે જરૂરી જાહેરનામાં બહાર પાડીને ધમધમતા વોટરપાર્ક્સ જેવા સ્થળો પર લોકોની થતી આવન-જાવન પર રોક લગાવવી જરૂરી છે. અન્યથા કોરોના ફરી વિફરશે તો પરિણામ સૌ માટે વિનાશકારી હશે તે નક્કી હોવાનું જાગૃત લોકો કહે છે.
બોક્સ : સહેલાણીઓ કહ્યું, ઓહ.. બહુ હતું ડહોળું પાણી..
જેતપુર વિસ્તારમાં આવેલા વૉટરપાર્ક્સમાં બાળકોને ધુબાકા મરાવી નિજાનંદ મેળવતા સેંકડો વાલીઓએ રોશભેર કહ્યું હતું કે, વોટરપાર્કસમાં જ્યાં જ્યાં પાણીના પોંડ(તળાવ ) હતા ત્યાં ખરાબ હાલતમાં ડહોળું પાણી જોવા મળતા આરોગ્ય જોખમાય તેવી સ્થિતિઓનો અહેસાસ થયો હતો. મનમાં આવે તેટલી ફી વસુલતા સંચાલકો એક ચોખ્ખા પાણીની પણ વ્યવસ્થા કરી શકતા નથી તે નજરોનજર જોવા મળ્યું હતું. અમુક વાલીઓએ તો આ વાત ભયંકર રોગચાળો નોતરે તે સાથે સરખાવીને દહેશત વ્યક્ત કરી હતી.
(આ મેટર સાથે ફાઇલ ફોટો છે)
હરેશ ભાલીયા જેતપુર

Shankus-Water-Park.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *