અમરેલી મોટીકુકાવાવ
રાજકીય,સામાજિક અગ્રણીઓ સાથે ગામલોકો પણ સ્વાગત માં જોડાયા
દેશના સૌથી મોટા જાહેર સાહસ ભારતીય રેલવે ને આધુનિકીકરણ ની પ્રકિયા ના ભાગ રૂપે જેતલસર થી ઢસા ને જોડતો રેલવે માર્ગ વર્ષોથી મીટરગેજ હતો. જે કેન્દ્ર સરકાર દ્વારા તેને બ્રોડગેજ માં પરિવર્તિત કરવાની કામગીરી ઘણા વર્ષોથી ચાલુ હતી…..
આ રેલવે લાઈન ને પરિવર્તિત કરવાની કામગીરી હાલ પૂર્ણતા તરફ હોય ત્યારે રેલવે પાટા ની કામગીરી પૂર્ણ થતા તેના ટેસ્ટ ડ્રાંઇવ માટે જેતલસર થી ઢસા સુધી ડબ્બા સાથેનું રેલવે એન્જિન ને ટ્રાયલ રન આપવામાં આવ્યો હતો…..
આ રેલવે મોટીકુકાવાવ સ્ટેશન પર આવતા મોટીકુકાવાવ ના રાજકીય, સામાજિક અગ્રણીઓ સાથે ગામલોકો પણ ટ્રેન ના સ્વાગત માં મોટી સંખ્યા માં જોડાયા હતા અને હરતોરા, આતિશબાજી સાથે ટ્રેન નુ સ્વાગત કરવામાં આવ્યુ….
મોટીકુકાવાવ સરપંચ સંજય ભાઈ લાખાણી ગોપાલ ભાઈ અંટાલા (તાલુકા ભાજપ પ્રમુખ) મિલન ભાઈ કટારીયા (તલાટી કમ મંત્રી )દેવેન્દ્ર દેવેન્દ્ર ભાઈ ચોવટીયા રાજુભાઈ દૂહિરા, ભાવેશભાઈ રાંક,મયુર ભાઈ સાનિયા , પરષોત્તમ ભાઈ અસોદરિયા, કિશોરભાઈ દેસાઈ જયંતીભાઈ, સંજયભાઈ સુખડિયા ઉદય ભાઈ દેસાઈ જવેર ભાઈ, ચીમન ભાઈ દૂધાત તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હારતોરા અને મીઠા મોઢા કરી સ્વાગત કરાયું હતું
આ ટ્રેન શરુ થતા અમદાવાદ, સુરત નુ અંતર ટૂંકુ થતુ હોવાથી આવનારા દિવસો માં મોટીકુકાવાવ માં ટ્રેન ની ફિકવન્સી વધશે અને મોટીકુકાવાવ અને આસપાસ ના વિસ્તાર ના ગામડાના લોકો ને લાંબા અંતરની ટ્રેનો પણ મળવાની સંભવના છે…..
ત્યારે મોટીકુકાવાવ ના લોકોએ આ પ્રથમ ટ્રેન નુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ…..
મોટીકુકાવાવ નગરજો આગેવાનો અને ગામલોકો જોડાયા હતા અને ટ્રેન નુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ


