*રાજકોટના સુપ્રસિઘ્ધ ધર્મેશભાઇ રાવળનો ડાક-ડમ્મરની રમઝટ બોલાવશે
*ધર્મપ્રેમી જનતાએ કાર્યક્રમનો લાભ લેવા આયોજકોનો અનુરોધ
જામનગર: ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આઇશ્રી ખોડિયાર માતાજીના ઉત્સવમાં છેલ્લા રર વર્ષથી જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે પણ યથાવત રહ્યું છે. આ વર્ષે તા.6-4-2022ને બુધવારના રોજ બપોરે 2-00 કલાકે દેવુભાના ચોકમાંથી પદયાત્રા સંઘ જામનગરથી માટેલ ધામ પ્રસ્થાન કરશે.
આ પદયાત્રામાં જોડાનાર તમામ પદયાત્રીઓના લાભાર્થે જોગવડ ગ્રુપ અને ‘જામનગર ઉદય’ દૈનિક દ્વારા માતાજીના લાઇટીંગ બોર્ડનું અનાવરણ અને રાજકોટના સુપ્રસિઘ્ધ રાવળદેવ શ્રી ધર્મેશભાઇ રાવળનો ડાક-ડમ્મરનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી ધર્મેશભાઇ રાવળનો ‘ડાક ડમ્મરની રમઝટ’નો કાર્યક્રમ આગામી તા.4-4-2022ને સોમવારના રોજ રાત્રે 9-00 કલાકે, અંબાજીનો ચોક, નાગનાથ ગેઇટ, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
ઉપરોકત્ત કાર્યક્રમમાં માટેલધામના મહંતશ્રી વિશાલબાપુ, શ્રી વિક્રમભાઇ માડમ (ધારાસભ્ય-ખંભાળિયા), શ્રી જીતેન્દ્ર એચ.લાલ (પ્રમુખ,લોહાણા મહાજન-જામનગર), શ્રી શેતલબેન શેઠ (પ્રણેતા-પીન્ક ફાઉન્ડેશન) ખાસ ઉપસ્થિત રહેશે.
આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા જામનગર સહિત સર્વે ધર્મપ્રેમી જનતાને જોગવડ ગ્રુપ અને ‘જામનગર ઉદય’ દૈનિક દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતભાઇ ભટ્ટી (પ્રમુખ-જોગવડ ગ્રુપ), રાજુભાઇ મોડ, પરેશભાઇ સોઢા, નિતીનભાઇ વાઘેલા, જીતુભાઇ જાદવ, બ્રીજેશભાઇ પરમાર(જામનગ ઉદય), સહિતના આગેવાનો અને કાર્યક્રર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


