Gujarat

જોડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ‘કાયદાકીય માર્ગદર્શન સેમિનાર’ યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા જોડિયા આઈ. સી. ડી. એસ. કચેરી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, મહિલા કલ્યાણ અધિકારીશ્રી તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકશ્રી દ્વારા કાયદાકીય તથા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બહેનોને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી, અને ૧૮૧ હેલ્પલાઈન વિષે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલબેન વર્ણાગર, જોડિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી માધુરીબેન કે.પટેલ, મહિલા કલ્યાણ અધિકારીશ્રી રૂકશાદબેન ગજણ, શ્રી હંસાબેન ટાઢાણી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી વલ્લભભાઈ ગોઠી, ન્યાય સમિતિના ચેરમેનશ્રી જ્યોત્સનાબેન ભીમાણી, તાલુકા પંચાયતના સભ્યશ્રી હીનાબેન નંદાસણા, શ્રી હેતલબેન ચનીયારા, સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર સંચાલકશ્રી હેતલબેન એમથીયા, ૧૮૧ અભયમ હેલ્પલાઈન કાઉન્સેલરશ્રી રીનાબેન, શ્રી અમીનભાઈ ઓડિયા, ‘SHE’ ટીમમાંથી શ્રી ભાનુબેન, મુખ્ય સેવિકાઓ શ્રી જ્યોત્સનાબેન ગુસાઈ, શ્રી વિજયાબેન ગોહિલ, આઈ. સી. ડી. એસ. ઘટકના તમામ કર્મચારીશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

jodiya-I.C.D.S-office-program-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *