Gujarat

જોડિયા તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલક કમ કુક, રસોયા, મદદનીશની નિમણુંક કરવા અરજીઓ મંગાવવામાં આવી  

જોડિયા તાલુકામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના હેઠળ ખીરી પ્રા.શાળા, બારાડી પ્રા.શાળા, કુનડ પ્રા.શાળા, બાદનપર પ્રા.શાળા, ભાદરા પ્રા.શાળા, માનપર પ્રા.શાળા, જશાપર પ્રા.શાળા, મોરાણા પ્રા.શાળા, માધાપર પ્રા.શાળા, જીરાગઢ પ્રા.શાળા, બોડકા પ્રા.શાળા, પડાણા પ્રા.શાળા, રસનાળ પ્રા.શાળા, જામદુધઈ તા.શાળા, ભીમકટા પ્રા.શાળા, જામસર પ્રા.શાળા, જુના માવનુગામ પ્રા.શાળા, તારાણાધાર પ્રા.શાળા, દેવશાંતી નગર પ્રા.શાળા.(બાલંભા),બીણાધાર પ્રા.શાળા, નવા માવનુગામ પ્રા.શાળામધ્યાહન ભોજન યોજના કેન્દ્રો માટે તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી કેન્દ્ર સંચાલક કમ કુક, રસોયા, મદદનીશની વિવિધ જગ્યાઓ પર નિમણુંક કરવાની થાય છે રસ ધરાવતા ઉમેદવારો એસ.એસ.સી. પાસ/ ધોરણ પાસ લાયકાત ધરાવતા અને ..૨૦ થી ૫૫ વર્ષના અને નિયમાનુસાર મળવાપાત્ર છુટછાટમાં ૫૮ વર્ષ સુધીની ઉંમરના સ્થાનિક વ્યક્તિએ નિયત નમુનામાં અરજી કરવી.

અરજી કરનારે નિયત ભરેલા અરજી ફોર્મની સાથે પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ, રેશન કાર્ડ, આધારકાર્ડ, શારિરીક તંદુરસ્તી માટે તબીબી પ્રમાણપત્ર તથા જન્મ તારીખનો આધાર ( લીવીંગ સર્ટી) તથા બેંક ખાત નંબર વિગેરેની પ્રામાણિત નકલો અને પુર્ણ નામ સરનામુસહિત અરજી મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી, જોડિયા ખાતે તા. ૨૩/૦૩/૨૦૨૨ સુધીમાં રજા સિવાયના દિવસોએ ૧૧.૦૦ થી .૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે તેમ મામલતદારશ્રી જોડિયાની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *