વાંકલઅ
ઉમરપાડા તાલુકાના વાડી ગામના વાડી ફળિયા નો વતની અમનકુમાર રાજુભાઈ વસાવા એ ઝંખવાવ ખાતેની આદિવાસી હોસ્ટેલમાં કોઈક અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવકે હોસ્ટેલમાં બ્લેક બોર્ડ ઉપર એક કુદરતી સૌંદર્ય દોર્યું હતું અને સાથે ્ૐઈ/ઈદ્ગડ્ઢ લખી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ વાલી વારસો ને કરવામાં આવતા યુવકના ઘરના સભ્યો તેમજ વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા દોડી આવ્યા હતા. સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબજાે લઇ પી એમ સહિત કાયદેસરની કાર્યવાહી કરી છે. યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે, પરંતુ પંથક માં ચાલતી ચર્ચાઓ મુજબ યુવકે અભ્યાસના ભારણને કારણે આ પગલું ભર્યુ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કાર્યરત શાંતિ નિકેતન હાઇસ્કુલ માં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતા વાડી ગામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
