ભરૂચ
કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જાેડાયેલાં ધર્મેશ તાપિયાવાલાએ ઝાડેશ્વર રોડ પર શિવમ વિદ્યાલયની બાજુમાં આવેલી શ્રીનાથજી સોસાયટી ખાતે બે મહિના પહેલાં જ રહેવા આવ્યાં હતાં. દરમિયાનમાં તેઓ ૧૨મીએ મોઢેરા અને અંબાજી ખાતે માતાજીના દર્શને ગયાં હતાં. તાપીયાવાલા પરિવારના ઘરે થયેલી ચોરીના બનાવને લઇને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. હાલમાં તસ્કરોના પગેરૂં મેળવવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ મેળવી તેના આધારે તપાસ ચાલી રહી છે. ભરૂચ પોલીસે ચોરી-લૂંટના વિવિધ ગુનાઓમાં ભુતકાળમાં ઝડપી પાડેલાં આરોપીઓની આ કેસમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. જૂના કેસોમાં તસ્કરોની મોડસ ઓપરેન્ડી તેમજ ફિંગર પ્રિન્ટ સહિતની વિગતોને સરખાવવાની કવાયત હાથ ધરી છે. ઉપરાંત ચોરીની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની શક્યતા પણ ભરૂચ પોલીસ તપાસી રહી છે. ચોરીની જાણ થતાં સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે ઘરમાં આટલી મોટી રકમ કેમ રખાઇ હતી તે અંગે ધર્મેશ તાપીયાવાલાએ પોલીસને જણાવ્યું હતું કે, ધંધાર્થે સૂરતના પાર્ટનર્સ પાસેથી તેમણે રૂપિયા એકત્ર કર્યાં હતા. ચોરીની જાણ થતાં સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે ઘરમાં આટલી મોટી રકમ કેમ રખાઇ હતી તે અંગે ધર્મેશ તાપીયાવાલાએ પોલીસને જણાવ્યું હતું કે, ધંધાર્થે તેમના સૂરતના પાર્ટનર્સ પાસેથી તેમણે રૂપિયા એકત્ર કર્યાં હોવાનું પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું.ભરૂચ જિલ્લાની અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી રોકડા ૧.૦૪ કરોડ રૂપિયાની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો છે. ઝાડેશ્વર રોડ પર આવેલી શ્રીનાથજી સોસાટીમાં રહેતાં બિલ્ડર તેમના પરિવાર સાથે મોઢેરા અને અંબાજી ગયાં હતાં. અરસામાં તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી રોકડા રૂપિયા ૧.૦૪ કરોડની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. પરીવારે ઘરે આવી જાેતાં ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંક્લેશ્વરમાં વર્ષ ૨૦૧૮માં પરિવારને બંધક બનાવી ૩.૫૦ કરોડની લૂંટની ઘટના ઘટી હતી. જાેકે, ભરૂચમાં પરિવાર દેવદર્શને ગયો હોઇ તેમના બંધ મકાનમાંથી તસ્કરોએ ૧.૦૪ કરોડનો હાથફેરો કર્યો હતો. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જાેડાયેલાં ધર્મેશ દિનેશચંદ્ર તાપીયાવાલા ગત ૧૨ જૂનના તેમની પત્ની વર્ષા અને પુત્ર હર્ષ સાથે દેવદર્શને ગયાં હતાં. જે બાદ તેઓ મળસ્કે ૩ વાગ્યે ઘરે આવતાં ઘરમાં પ્રવેશવા જાળીવાળો દરવાજાનું લોક ખોલવા જતાં નકુચો તુટ્યો હોવાનું જણાયું હતું. ઉપરાંત મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક પણ તુટેલું હતું. ઘરમાં તપાસ કરતાં બેડરૂમમાંના કબાટનું લોક તોડી અંદર સામાન વેરવિખેર કરી અંદર મુકેલાં રોકડા રૂપિયા ૧.૦૪ કરોડની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં. તેમણે પોલીસને જાણ કરતાં સી ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી આવી ગુનો નોંધ્યો હતો.


