Gujarat

ટંકારાના ઇડન હીલ્સમાંથી પોલીસે ચોક્કસ બાતમીને આધારે દરોડો પાડીને જુગારધામ ઝડપી પાડ્યું

મોરબી
મોરબી જિલ્લામાં પોલીસની સતર્કતાના અનેક કિસ્સાઓ સામે આવે છે. જ્યાં જુગારના આરોપીઓને ઝડપી પોલીસ નક્કર કામગીરી કરે છે, પણ તાજેતરમાં ટંકારામાં બનેલી એક ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. જ્યાં ઘુનડા (સ) ગામ પાસે આવેલ ઇડન હીલ્સ મકાન નં-૩૨માં પોલીસે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘુનડા (સ) ગામ પાસે પ્રવીણભાઈ કરશનભાઈ પટેલ પોતાના ઇડન હીલ્સ મકાન નં-૩૨માં જુગાર રમાડી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે દરોડા પાડીને આરોપી પ્રવીણભાઈ કરશનભાઈ પટેલ, યોગેશ નરભેરામભાઈ સરાડવા, ત્રિભોવન લાલજીભાઈ આદ્રોજા, રમેશ ડાયાભાઈ કાસુંન્દ્રા, પ્રવીણ હિરજીભાઈ કકાસણીયા, નંદલાલ ભગવાનજીભાઈ વીડજાની તીનપતીનો જુગાર રમતા રંગે હાથ ધરપકડ કરી હતી. આ દરોડામાં પોલીસે રોકડ રૂ.૧,૫૩,૨૦૦ અને ઇનોવા કાર નંબર જી.જે.૩ ઈ.એલ.૦૬૨૯ની કી.રૂ.૩ લાખ સહિત કુલ રૂ.૪,૫૩,૨૦૦ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *