જામનગર
ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર તેમજ કેન્દ્રિય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાથે મુલાકાત કરી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર સમક્ષ લેખિત રજૂઆત કરેલ કે ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચણાના પાકનું અઢી થી ત્રણ ગણું વાવેતર ગત વર્ષ કરતા વધુ થયેલ હોઈ ભારત સરકારએ ચણાનો ૩.૨૦ હજાર ટન જથ્થો ખરીદવાની મંજુરી આપેલ છે. તે ઘણી અપૂરતી હોઈ તેમજ ચણાના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળી રહે તે હેતુથી ૬.૨૩ લાખ હજાર ટન જથ્થો ખરીદાય તે માટેની મંજુરી લેવા માટે તેમજ સોઇલ હેલ્થ કાર્ડની યોજના અમલ માટેની રૂ.૩૨.૧૦લાખ તથા સીડ વિલેઝ પ્રોગ્રામની રૂ. ૬૦.૫૪ લાખની ગ્રાન્ટ આપવા માટેની વિગતવાર ચર્ચા કરી રજૂઆત કરેલ હતી. તેમજ કેન્દ્રિય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાથે રાજ્યના ખેડૂત તથા પશુપાલકોના પશુઓમાં ખરવા મોવા રોગ ન ફેલાઈ તે માટેની રાજ્યની પશુઓની સંખ્યા મુજબની રસીની ફાળવણી કરવા તથા પશુપાલકોના બીમાર પશુઓને ઘર બેઠા સારવાર મળે તે માટેની ફરતા પશુ દવાખાના માટેના ૧૨૫ જેટલા વાહનો ફાળવવા સહિત અન્ય અગત્યના પ્રશ્નો અંગે ભારપૂર્વક ચર્ચા કરી રજૂઆત કરેલ હતી.
