વલસાડ
વલસાડ પેરોલ સ્કોવડની ટીમ પારડી પોલીસ મથકના વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પેરોલ સ્ક્વોડની ટીમને એક ટેમ્પો નંબર જીજે-૧૫-એટી- ૧૬૨૭માં સોડિયમ પાઉડરની ગુણોની આડમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરી સેલવાસથી વાપી થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે બગવાડા ટોલનાકા પાસે પોલીસ જવાનોએ વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી વાળો ટેમ્પો આવતા ટેમ્પને અટકાવી ચેક કરતા તેમાંથી સોડીયમ પાવડરની આડમાં ૧૭૦ પેટીમાં ૩૮૦૪ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂની ૩૮૦૪ બોટલ જેની કિંમત ૮.૦૪ લાખની કિંમતનો જથ્થો અને ટેમ્પો મળી કુલ ૧૪.૬૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોચાલક જબી ઉલ્લા ખાનની ધરપકડ કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ પેરોલ સ્ક્વોડની ટીમે બગવાડા ટોલનાકા પાસેથી એક ટેમ્પામાંથી સોડિયમના પાવડરની આડમાં લઇ જવાતો ૧૭૦ પેટી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસની ટીમે ૮.૦૪ લાખના દારૂના જથ્થો અને ટેમ્પો મળી કુલ ૧૪.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


