Gujarat

ટ્રાવેલ્સના માલિકે ૧૯.૩૨ લાખ લઈ દુબઈમાં એજન્ટને રૂપિયા ન મળતાં અધવચ્ચે ૩૩ લોકોનો પ્રવાસ અટકાવી દેવાયા

સુરત
મોટી વેડના હોલી ડે સ્ટોપેજ ટ્રાવેલ્સના માલિકે ૧૯.૩૨ લાખ લઈ સુરતના ૩ ડોકટરો-પરિજનો સહિત ૩૩ને દુબઈ ફરવા મોકલ્યા હતા. દુબઈમાં ત્યાંના એજન્ટને રૂપિયા ન મળતાં અધવચ્ચે પ્રવાસ અટકાવી દેવાની વાત કરી હતી. આથી ડોકટરે તાત્કાલિક ૧૧.૧૨ લાખ આપ્યા ત્યારે ફરી શક્યા હતા. ડોકટરે દુબઈથી એજન્ટ હર્ષદ પટેલ પાસે રૂપિયા માંગ્યા તો તેણે ૧૧.૧૨ લાખ આપ્યા નહા, જેથી મામલો રાંદેર પોલીસમાં ગયો હતો. રાંદેરના ડોક્ટર સંજય પટેલની ફરિયાદના આધારે પોલીસે મોટીવેડ ખાતે હોલીડે સ્ટોપેજ ટ્રાવેલ્સના હર્ષદ ખુશાલ પટેલ (રહે, કાનજીનગર)સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, ડો. સંજય પટેલ, ડો. કિશોર પાટીલ અને ડો. વિજય પંડ્યા પરિવાર સાથે દિવાળીમાં દુબઈ ફરવા જવાનું નક્કી કર્યું હતું. ડો. સંજય એજન્ટ હર્ષદ પટેલને મળ્યા તો તેણે વીઝા-ટિકિટ, ફરવા, ખાવા-પીવા અને રહેવાના ખર્ચ માટે વ્યકિત દીઠ ૬૧ હજાર નક્કી કર્યા હતા. આથી ડોકટરોએ ૩૩ લેખે ૧૯.૧૨ લાખ આપ્યા હતા. એજન્ટ પણ સાથે દુબઈ જવાનો હતો પરંતુ પાછળથી બીજી ફ્લાઇટમાં આવવાનું કહી છટકી ગયો હતો. જ્યારે ૩૩ જણા દુબઈ પહોંચ્યા તો દુબઇના એજન્ટ અરવિદ ટીટાને ૧૧.૧૨ લાખ મળ્યા ન હતા. જેથી તેણે દુબઈમાં ફરવા લઈ જવાની ના પાડી હતી. જેથી ડોકટરો તાત્કાલિક રૂપિયા આપતાં આખરે ફરી શક્યા હતા. અલથાણ રહેતા અને દરજી કામ કરતા ૪૯ વર્ષીય જીતેન્દ્ર માવધીયા પર ૧૮ જુલાઈએ વોટસએપ પર મેસેજ આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ફોટો હતા. દરજીએ કોલ કરતા સામેથી કહ્યું કે સ્કીમનો આજે છેલ્લો દિવસ છે. મહિલાનું આધારકાર્ડ, ફોટો અને લાઇટબીલ એક કલાકમાં સબમીટ કરી ૭૫૦૦ રૂપિયા ક્યુઆર કોર્ડથી મોકલવાના રહેશે. જાે કે, ૧૫ હજારની આપ્યા બાદ ઠગે ફોન બંધ કરી નાખ્યો હતો. દરજીએ ફરિયાદ આપતાં ખટોદરા પોલીસે ગુનો નોંધ્યો છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *